નવા સાદુળકા ગામે રહેતી 24 વર્ષીય પરિણીતાએ પોતના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.મોરબીના નવા સાદુળકા ગૌશાળામાં રહેતા શીવાબેન સુરેશભાઈ રબારી (ઉ.વ.24) નામની પરિણીતાએ તા. 01 ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો 6 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે પરિણીતા આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
મોરબી સિવિલમાં સારવાર દરમ્યાન ગર્ભવતી મહિલાનું મોત
આંદરણા ગામ નજીક મજુરી કરતી પરપ્રાંતીય ગર્ભવતી મહિલાને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતુંમૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ પટેલ માઈક્રો માટીના કારખાનામાં રહેતા સંગીતાબેન શંકરભાઈ વસુનીયા (.વ.28) નામની મહિલા ગર્ભવતી હોય જેને અચાનક પેટમાં દુખાવો થતા ચરાડવા સીએચસી સારવાર માટે લઇ ગયા હતા બાદમાં બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
