કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો

લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી…

લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી

જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી ગયો હોવાની ચોક્કસ બાતમી ના આધારે વોચ ગોઠવી એલસીબી ની ટુકડીએ કારચાલકને પકડી પાડ્યો હતો, અને પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી 78 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.

જામનગરમાં શાંતિનગર શેરી નંબર પાંચમા રહેતા રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા કે જેના દ્વારા એક કારમાં છુપાવીને ઇંગ્લિશ દારૂૂનો જથ્થો રાજકોટથી જામનગર લાવવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતના આધારે ગઈકાલે સાંજે ધ્રોળના સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન જી.જે.16 એ.એ. 7858 નંબરની કાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને પરછ કરી લીધી હતી. ત્યારબાદ એલસીબી ની ટુકડીએ કારની તલાસી લેવાનું શરૂૂ કરયુ, હતું જેમાં પાછળની સીટ કાઢીને ચેક કરતા પતરૂૂ લગાવાયેલું હતું, જેને ખોલીને ચેક કરતાં પાછળની સીટ પાંચ ચોરખાનું બનાવ્યું હતું. જેની અંદર એક પછી એક 78 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હતો, જે તમામ દારૂૂની 78 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો હતો, અને કાર તેમજ મોબાઇલ ફોન સહિત દારૂૂ ના ધંધાર્થી રવિરાજસિંહ જાડેજા ને ઝડપી લોધો છે, અને તેની સામે ધ્રોલ પોલીસ મથકમાં દારુ બંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *