હળવદના કવાડિયા પાટિયા પાસે એક શખ્સની પિસ્તોલ સાથે ધરપકડ

17 કારતૂસ, એક પિસ્તોલ અને કાર સાથે 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત માળીયા – અમદાવાદ હાઇવે ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી કવાડિયા ગામના પાટિયા…

17 કારતૂસ, એક પિસ્તોલ અને કાર સાથે 10.12 લાખનો મુદ્દામાલ જપ્ત

માળીયા – અમદાવાદ હાઇવે ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી કવાડિયા ગામના પાટિયા પાસેથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા રાજસ્થાનના વતની કાર ચાલકના કબ્જામાંથી એક પિસ્તોલ, મેગજીન અને 17 જીવતા કારતુસ મળી આવતા પોલીસે કાર સહિત 10.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી. હળવદ પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદ – માળીયા હાઇવે એક કારમાં હથિયાર સાથે એક શખ્સ પસાર થનાર છે જે બાતમીને આધારે હળવદ પોલીસે કવાડિયા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી જીજે – 27 – ઇસી – 9789 નંબરની કારને અટકાવી તલાશી લેતા મૂળ રાજસ્થાનના વતની કાર ચાલક આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી રહે. હાલ શ્રીનાથ રેસિડેન્સી, આકૃતિ ટાઉનશીપ, નારોલ, અમદાવાદ વાળાના કબજામાંથી એક પિસ્તોલ કિંમત રૂૂપિયા 10 હજાર, એક મેગજીન કિંમત રૂૂપિયા 500 તેમજ જીવતા કારતુસ કિંમત રૂૂપિયા 1700 મળી આવતા મહિન્દ્રા એક્સ્યુવી કાર કિંમત રૂૂપિયા 10 લાખ સહિત કુલ રૂૂપિયા 10,12,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *