પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
ગીરસોમનાથ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.બી.ચૌહાણ તથા પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા ના માર્ગદર્શન અનુસાર તા.31/12/2024 ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા , પ્રતાપસિહ ગોહીલ , મેરામણભાઇ શામળા , પો. હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા , પો.કોન્સ. કૈલાશસિંહ બારડ , મહાવિરસિંહ જાડેજા એ પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન વેરાવળ તાલુકાનાં ઈન્દ્રોઈ ગામ ના અક્ષય ભીખાભાઈ જેઠવા ઉ.વ. 23 ને ધાતુ ની બાહુબલી તલવાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો ફોટો અપલોડ કરેલ હોય જેને પ્રભાસ પાટણ પો.સ્ટે. સામેથી હથીયાર તલવાર સાથે પકડીપાડી આરોપી વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.135 મુજબ ગુન્હો રજી. કરાવેલ.