સાયલા-ચોટીલા હાઇવે ઉપર સરકારી જમીનમાં ખડકેલી હોટલ તોડી પડાઇ

સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીએ સાયલા-ચોટીલા હાઇવે પર સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી હતી. આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે. દેવેન્દ્ર સામે…

સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીએ સાયલા-ચોટીલા હાઇવે પર સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી હતી. આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે. દેવેન્દ્ર સામે હત્યાના પ્રયાસ, ફાયરિંગના સહિત અનેક ગુના નોંધાયા છે. આરોપી પાસા હેઠળ જેલની સજા કાપી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત હેઠળ હોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું છે.

સાયલા તાલુકામાં ભારે ગુના આચરનાર આરોપીઓ પર તંત્ર દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગામતા હત્યાના પ્રયાસ,ફાયરિંગ સહિતના કેટલાય ગુનામાં સંડોવાયેલા સુદામડાના આરોપી શખ્સની ગેરકાયદે હોટલ પર તવાઈ બોલાવતા બુલડોઝરથી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી.

સાયલા -ચોટીલા નેશનલ હાઇવે પર આવેલ સરકારી જમીનમાં ગેરકાયદે ખડકી દેવાયેલ આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની હોટલના બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળતા ચકચાર મચી જવા પામી છે.આરોપી શખ્સને તાજેતરમાં પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે આરોપી દેવેન્દ્ર દ્વારા ગેરકાયદે કરાયેલ આદેશ રેસ્ટોરન્ટ નામની હોટલના બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સાયલા તાલુકાના હાઈવે પર આવેલ બે આરોપી શખ્સ કે જેઓની કેમિકલ ની હેરાફેરી તથા ગેરકાયદે વેપલામાં સંડોવણી ખુલવા પામી હતી તેઓની બન્ને હોટલો અગાઉ તોડી પડાઈ છે ત્યારે ફરી એક વખત તંત્ર દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરતા નામચીન આરોપીની હોટલ પર બુલડોઝર ફેરવી તોડી પાડતા માથાભારે બે નંબરીયા તત્વો ગાયબ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *