કેમેરાથી સજ્જ ચશ્માથી રામ મંદિરની તસવીરો લેતો ગુજરાતી વેપારી ઝડપાયો

વડોદરાના જયકુમાર જાની સુરક્ષાના કોઠા વીંધી સિંહ દ્વાર સુધી પહોંચ્યો પણ કેમેરો ફ્લેશ થતાં પકડાયો ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની તસવીરો કેમેરાથી સજ્જ સનગ્લાસનો ઉપયોગ…

વડોદરાના જયકુમાર જાની સુરક્ષાના કોઠા વીંધી સિંહ દ્વાર સુધી પહોંચ્યો પણ કેમેરો ફ્લેશ થતાં પકડાયો

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની તસવીરો કેમેરાથી સજ્જ સનગ્લાસનો ઉપયોગ કરીને ક્લિક કરતાં એક વ્યક્તિની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.

આ વ્યક્તિની ઓળખ ગુજરાતના વડોદરાના જાની જયકુમાર તરીકે કરવામાં આવી હતી, જે રામ જન્મભૂમિ માર્ગ પરની અનેક ચોકીઓમાંથી પસાર થઈને સોમવારે મંદિર સંકુલના સિંહદ્વાર નજીક પહોંચ્યો હતો.તે કેમેરાથી સજ્જ ચશ્મા સાથે ફોટા લેતો જોવા મળ્યો હતો, જ્યારે કેમેરાની લાઇટ ફ્લેશ થઈ ત્યારે સુરક્ષા કર્મચારીઓનું ધ્યાન ખેંચ્યું હતું

.એસપી (સિક્યોરિટી) બલરામચારી દુબેએ જણાવ્યું હતું કે બંને બાજુ કેમેરાથી સજ્જ ચશ્મા અને તસવીરો લેવા માટેના બટનની કિંમત હજારો રૂૂપિયા છે.શંકાસ્પદ ઉપકરણની શોધ થયા પછી યુવકને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બંને બાજુ કેમેરાથી સજ્જ ચશ્મા અને છબીઓ કેપ્ચર કરવા માટેના બટનની કિંમત આશરે ₹50,000 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *