ભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા

ભાવનગર શહેરના સુભાષનગર નેચરલ પાર્ક વિસ્તારમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણીનું 115 વર્ષની વયે અવસાન થયુ છે. જોકે જેકુરબેને પોતાના દીર્ઘ અને તંદુરસ્ત જીવન દરમિયાન પરિવારને…

ભાવનગર શહેરના સુભાષનગર નેચરલ પાર્ક વિસ્તારમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણીનું 115 વર્ષની વયે અવસાન થયુ છે. જોકે જેકુરબેને પોતાના દીર્ઘ અને તંદુરસ્ત જીવન દરમિયાન પરિવારને આપેલી શીખ અને તેમની અંતિમ ઇચ્છાને માન આપી પરિવારજનોએ તેમના નિધનના પ્રસંગને શોકના બદલે ઉત્સવરૂૂપે ઉજવી અનોખી રીતે વિદાય આપી હતી. પાંચ પેઢીઓનો સાથ પ્રાપ્ત કરનાર જેકુરબેન હિરાણી પોતાના સ્વસ્થ જીવન, તેજસ્વી યાદશક્તિ અને સકારાત્મક વિચારસરણી માટે જાણીતા હતા.

જેકુરબેનના અવસાન બાદ તેમના નિવાસસ્થાનેથી સુભાષનગર મોક્ષ મંદિર સુધી ઢોલ-નગારા અને ભજનના સૂર વચ્ચે વાજતે-ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી. સામાન્ય રીતે શોકમય વાતાવરણ વચ્ચે નીકળતી અંતિમ યાત્રા અહીં એક પ્રેરણાદાયી વિદાય યાત્રામાં પરિવર્તિત થઈ હતી. મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, પરિવારજનો અને પરિચિતોએ હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અંતિમ યાત્રામાં પુત્ર નટુભાઈ હિરાણી, પૌત્ર મનીષભાઈ હિરાણી ઉપરાંત પૌત્રવધુ અલ્પાબેન મનીષભાઈ હિરાણી, પૌત્રીઓ પારૂૂલબેન જીતુભાઈ ભટ્ટી, ડિમ્પલબેન સંજયભાઈ રાઠોડ, મિતલબેન સંજયભાઈ ભટ્ટી તેમજ પ્રપૌત્રીઓ બંસીબેન જયમીતકુમાર જોશી અને દિશાબેન પ્રતીકકુમાર ગોહેલે કાંધ આપી હતી. એટલું જ નહીં, મહિલાઓએ સ્મશાનભૂમિ સુધી જઈ અગ્નિદાહની વિધિમાં પણ ભાગ લીધો હતો, જે સમાજ માટે એક પ્રેરણારૂૂપ અને અનોખું ઉદાહરણ બન્યું છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર જેકુરબેને પોતાના જીવનકાળ દરમિયાન સ્પષ્ટ સૂચના આપી હતી કે તેમના અવસાન બાદ કોઈએ રડવું નહીં તેમજ કાળા કે સફેદ કપડાં પહેરવા નહીં. જીવનને ઉત્સવ સમજી જીવતા જેકુરબેનની આ અંતિમ ઇચ્છાને પરિવારજનોએ પૂર્ણ માન આપી હતી. પરિણામે તેમના નિધનને અવસર બનાવી પરિવારજનોએ સંગીત અને આનંદમય વાતાવરણ વચ્ચે તેમને અંતિમ વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *