પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં

ISIના ઈશારે ભારતમાં નશાનો કારોબાર શરૂ કર્યાની શંકા શનિવારે ઝડપાયેલા 700 કિલો ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનની ISIના ઇશારા પર…

ISIના ઈશારે ભારતમાં નશાનો કારોબાર શરૂ કર્યાની શંકા


શનિવારે ઝડપાયેલા 700 કિલો ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનની ISIના ઇશારા પર ભારત મોકલવામાં આવ્યું હતું. તપાસ અધિકારીઓએ આ શંકા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર આ ક્ધસાઈનમેન્ટ પાછળ પાકિસ્તાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ હોઈ શકે છે.
હાજી સલીમ દાઉદ ઈબ્રાહિમ અને ISI માટે કામ કરે છે. આ પહેલા પણ કરોડો રૂૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે. હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઈન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. તે પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરનેશનલ ડ્રગ્સનો કારોબાર કરે છે. હાજી સલીમ એનસીબી અને ઘણા દેશોની તપાસ એજન્સીઓના રડાર પર છે. તેનું હજારો કરોડનું ક્ધસાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.


શનિવારે ગુજરાત ATS અને NCBએ પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ ઈરાની બોટમાં લાવવામાં આવ્યું હતું અને IMBLના રડાર પર આવ્યાં બાદ ડ્રગ્સ કબ્જે કરવામાં સફળતા મળી હતી. અગાઉ માર્ચમાં ગુજરાતATSની ટીમે એક ઓપરેશનમાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. ટીમે તેમની પાસેથી ડ્રગ્સનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ટીમે તેમની પાસેથી 450 કરોડ રૂૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ અને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા અનેે હવે ફરીથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *