મુંબઇના ‘લાલબાગચા રાજા’ને ભક્તે અર્પણ કર્યુ ક્રિકેટ બેટ

મુંબઈમાં ચાલતા ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે,…

મુંબઈમાં ચાલતા ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે એક શ્રદ્ધાળુએ લાલબાગચા રાજાને ખાસ ક્રિકેટનું બેટ અર્પણ કર્યું હતું. આ અનોખી ભેટમાં બેટની પાછળ સુંદર અક્ષરોમાં ’લાલબાગચા રાજા’ કોતરીને અંકિત કરવામાં આવ્યું હતુ.

ક્રિકેટના બેટ સિવાય આ વર્ષે ભક્તો દ્વારા સોના-ચાંદીના વિવિધ આભૂષણો, સિક્કાઓ અને મોદક પણ દાનપેટીમાં અર્પણ કરવામાં આવ્યા હતા. તેની સાથે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલું વિદેશી ચલણ (યુએસ ડોલર), બેંક ચેક અને કરોડો રૂૂપિયાની રોકડ રકમ પણ પ્રાપ્ત થઈ હતી. સામાન્ય રીતે ગણપતિ બાપ્પાના ચરણોમાં રોકડ, દાગીના કે પરંપરાગત પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે, પરંતુ રમતગમતના સાધન સાથે જોડાયેલી આ ભેટ પંડાલમાં આવતા લાખો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *