થર્ટી ફર્સ્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ-માર્ચ પાસ્ટ કરાઇ

શંકાસ્પદ વાહન ચાલકોનું બ્રેથ એનેલાઈઝર કરાયું   જામનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂૂનો નશો કરીને છાકટાવેડા…

શંકાસ્પદ વાહન ચાલકોનું બ્રેથ એનેલાઈઝર કરાયું

 

જામનગર શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને શહેરમાં કોઈ દારૂૂનો નશો કરીને છાકટાવેડા ન કરે, તે સંદર્ભમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ દ્વારા સધન ચેકિંગ કરાઇ રહ્યું છે. જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝા તેમજ સમગ્ર બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા શહેરના સીટી બી. ડિવિઝન વિસ્તારમાં માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો જી.જી. હોસ્પિટલ રોડ, ત્રણબત્તી, રણજીત રોડ, ટાઉનહોલ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસની સમગ્ર ટીમ ફરી વળી હતી, અને અનેક સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તેમજ ટ્રાફિક નિયમન ભંગ અંગેના અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા. શહેરમાં દારૂૂનો નશો કરીને કોઈ શખ્સો છાકટાવેડા ન કરે તે સંદર્ભમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, અને પોલીસ તંત્ર દ્વારા કેટલાક શકમંદોને બ્રેથ એનાલાઇઝર ની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ઉપરાંત શહેરી વિસ્તારમાં નાઈટ ડ્રાઇવ પણ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *