મોરબીમાં ‘કોથળી’ ભરેલી કાર પલટી ખાઇ જતા રસ્તા પર દારૂની રેલમછેલ

મોરબીના સામા કાંઠે ફન (ફર્ન) હોટેલ પાસે આજે સવારે એક કાર પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો દેશી દારૂૂનો મોટો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો. આ…

મોરબીના સામા કાંઠે ફન (ફર્ન) હોટેલ પાસે આજે સવારે એક કાર પલ્ટી ખાઈ જતાં તેમાં ભરેલો દેશી દારૂૂનો મોટો જથ્થો રસ્તા પર વેરાઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.
વીડિયોમાં સફેદ રંગની હ્યુન્ડાઈ વેર્ના કાર ઊંધી પડેલી દેખાય છે. કારની અંદર અને બહાર પીળા રંગના પ્લાસ્ટિકના પેકેટ્સમાં ભરેલો દેશી દારૂૂ વેરાયેલો જોવા મળે છે. રસ્તા પર અનેક પેકેટ્સ પથરાયેલા છે અને કારના બોનેટ તથા બાજુના ભાગો નુકસાન પામ્યા છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
મોરબીના મહેન્દ્રનગર નજીકના આ વિસ્તારમાં થયેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એક વાર દારૂૂની હેરાફેરી અને પ્રોહિબિશન એક્ટના અમલ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *