ગુજરાતમાં વિધાનસભાની 237, લોકસભાની 39 બેઠકો થઇ શકે

કેન્દ્ર સરકારે આગામી 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પરિસીમન દ્વારા મહિલાઓને લોકસભા અને રાજ્ય…

કેન્દ્ર સરકારે આગામી 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પરિસીમન દ્વારા મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા અનામતનું બિલ રજૂ કરવામાં આવી શકે છે. આજે કેન્દ્રીય કેબિનેટે પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનાર બંધારણીય સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. તેવામાં આ બિલ પસાર થવાની સાથે ગુજરાતના રાજકીય નક્શા પર મોટી અસર થશે. વર્તમાનમાં ગુજરાતમાં વિધાનસભાની 182 અને લોકસભાની 26 સીટો છે, જેમાં સીધો 50 ટકાનો વધારો થઈ જશે. ભાજપ પાસે હવે સૌથી મોટો ચાન્સ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પરિસીમન દ્વારા મહિલાઓને અનામત આપનાર બંધારણીય સંશોધન વિધેયકને મંજૂરી આપી છે. તે હેઠળ તમામ રાજ્યોમાં સીટોની સંખ્યા સમાન ગુણોત્તરમાં 50 ટકા વધારવામાં આવશે અને આ વ્યવસ્થા 2051 સુધી લાગૂ રહેશે.

એટલે કે આ બિલ કાયદો બનવાની સાથે ગુજરાત પર પણ તેની અસર થશે. ગુજરાતમાં પણ લોકસભા અને વિધાનસભાની સીટો વધી જશે. જો તમને એવું લાગે કે ગુજરાતના ફાયદામાં છે કારણ કે જો ડિલિમિટેશન બિલ પાસ થઈ જાય તો 2029માં ગુજરાતની લોકસભા બેઠકો 26થી વધીને 39 કે 40 થઈ શકે છે અને સાંસદ દીઠ મતદારોનું ભારણ 23.25 લાખથી ઘટીને 15 લાખ પર આવી શકે છે. પણ આપણે એ પણ જોવું પડે કે ગુજરાતનો ટોટલ ફર્ટિલિટી રેટ ઘટીને 1.7 થઈ ગયો છે, જે સામાન્ય રીતે 2.1 હોવો જોઈએ. જે સંકટ આજે તમિલનાડું અને કેરળ જેવા રાજ્યો સામે છે તે જ સંકટ ગુજરાત અને મહારાષ્ટ્ર સામે આવીને ઉભી શકે છે.વર્તમાનમાં ગુજરાતમાં વિધાનસભાની કુલ સીટો 182 અને લોકસભાની કુલ સીટો 26 છે. 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા આ સીટો નિર્ધારિત કરવામાં આવી હતી.

હવે કેન્દ્ર સરકાર દ્વારા પરિસીમન બિલ પસાર કરવામાં આવે તો કાયદા પ્રમાણે ગુજરાતમાં લોકસભા અને રાજ્ય સભાની સીટોમાં 50 ટકાનો વધારો થશે, જેમાંથી 1/3 સીટો મહિલાઓ માટે અનામત રહેશે.કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની અસર ગુજરાત પર પણ થશે. ગુજરાતમાં વિધાનસભા બેઠકોના નવા પરિસીમન થશે અને નવી બેઠકો પણ અસ્તિત્વમાં આવશે. વર્તમાનમાં ગુજરાતમાં 182 વિધાનસભા સીટો છે, જે વધીને 273 સુધી પહોંચી શકે છે. એટલે કે રાજ્યમાં 90 જેટલી બેઠકો વધી જશે. પરિસીમન બાદ વર્તમાન વિધાનસભાની બેઠકોમાં મોટા ફેરફાર થશે. ઘણી નવી બેઠકો અસ્તિત્વમાં આવવાની સાથે ઘણી બેઠકોના નામ પણ બદલાઈ જશે.

ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પણ બેઠકો અનામત છે. જો વિધાનસભાની બેઠકો વધીને 273 થાય તો અનામત બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. બીજીતરફ ગુજરાત વિધાનસભાની 273 બેઠકોમાંથી 1/3 એટલે કે 91 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. મહિલા અનામત લાગૂ થયા બાદ ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી જશે. વિધાન સભાની બેઠકોમાં ફેરફાર થવાની સાથે ગુજરાતમાં લોકસભાની સીટો પણ વધી જશે. વર્તમાનમાં 26 લોકસભા બેઠકો છે, જેની સંખ્યા વધીને 39 થઈ જશે. 2029મા જ્યારે લોકસભા ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં લોકસભા સાંસદોની સંખ્યા વધીને 39 થઈ શકે છે, જેમાં 13 જેટલી બેઠકો મહિલા સાંસદો માટે અનામત રહી શકે છે.

વસતી ગણતરી આધારીત મોડેલ મુજબ માત્ર એક બેઠક વધી શકે
લોકસભા બેઠકોના સીમાંકનને લઈને કેન્દ્ર સરકારના પ્રસ્તાવમાં તમામ રાજ્યોની હાલની બેઠકોમાં 50% વધારો કરવાનો ફોર્મ્યુલા અપનાવવામાં આવી છે. આ મોડેલ હેઠળ ગુજરાતની હાલની 26 બેઠકો વધીને આશરે 39 થઈ શકે છે. એટલે રાજ્યને 13 બેઠકોનો વધારો મળી શકે છે. જોકે, જો વસ્તીના પ્રમાણમાં બેઠકોની ફાળવણી કરવામાં આવે અને લોકસભાની કુલ બેઠકોની સંખ્યા લગભગ હાલના સ્તરે જ રાખવામાં આવે, તો ગુજરાતને માત્ર 1 વધારાની બેઠક મળવાનો અંદાજ છે. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે બેઠકોની ફાળવણીનાં બે અલગ મોડેલ રજૂ કર્યા છે. પ્રથમ મોડેલમાં લોકસભાની કુલ બેઠકોની સંખ્યા લગભગ હાલના સ્તરે રાખવામાં આવી છે. બીજા મોડેલમાં કુલ બેઠકોમાં 50% વધારો કરીને સંખ્યા 813 કરવામાં આવી છે. આ બંને મોડેલના આંકડા અલગ છે. ગુજરાતને માત્ર 1 બેઠકનો વધારો મળવાનો અંદાજ પ્રથમ મોડેલનો છે. તેને 813 બેઠકો ધરાવતા બીજા મોડેલ સાથે સરખાવવો યોગ્ય નથી. કુલ બેઠકો લગભગ યથાવત્ રાખીને વસ્તીના પ્રમાણમાં બેઠકોની વહેંચણી કરવામાં આવે તો ગુજરાતની બેઠકો 26થી વધીને 27 થવાનો અંદાજ છે. એટલે માત્ર 1 બેઠકનો વધારો થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *