GPCB દ્વારા પ્રક્રિયા સરળ બનાવી ઓનલાઇન સીસ્ટમ અમલમાં મુકાઇ
જીપીસીબી દ્વારા જોખમી કચરાના નિકાલ માટે (વ્યવસ્થાપન અને સીમાપાર હેરફેર)ના નિયમો-2016 હેઠળ વન ટાઇમ ડિસ્પોઝલ પરવાનગી અમલમાં છે. તેમાં ડિજિટાઇઝેશન સાથે સરળીકરણના ભાગરૂૂપે અને ઝડપથી મંજૂરી મળે તે હેતુથી જૂની પધ્ધતિ રદ કરી નવી પધ્ધતિ અમલમાં મૂકાઇ છે. જેમાં ઔદ્યોગિક એકમો ખાતે ઉત્પન્ન થતા ક્ધસેન્ટ ધરાવતા કે તે ઉપરાંતના જોખમી કચરાના, અન્ય કચરાના કે ગંદા પાણીના પર્યાવરણીય રીતે નુકસાન ન થાય તે માટે XGN પોર્ટલમાં જે તે શાખાના વડા મારફતે અરજી કરવાની રહેશે. એકમોએ પોતાના XGN લોગીન દ્વારા કરેક્શન ઇન હેઝાર્ડસ વેસ્ટ કેટેગરી-વન ટાઇમ ડિસ્પોઝલ નામની નવી અરજી પુરાવા આધાર અને સંબંધિત દસ્તાવેજો સાથે કરવાની રહેશે.
જીપીસીબીના રિજનલ અધિકારી દ્વારા તેની ચકાસણી કરી પોર્ટલ થકી યુનિટ હેડને સ્થળ મુલાકાત વિના જ મોકલવાની રહેશે. નવ ટાઇમ ડિસ્પોઝલ માટેની પરવાનગી આપતી વખતે ગંદા પાણીના કે કચરાના પ્રકાર, જથ્થો, નિકાલની પધ્ધતિ, નિકાલ કરનારાની અધિકૃત સુવિધા અને લાગુ પડતી કાયદાકીય જોગવાઇનું પાલન સુનિશ્વિત કરવાનું રહેશે. આ કેસોમાં નિકાલ કરનારી ફેસીલીટી પાસે ગંદા પાણીના કે કચરાના જથ્થા અને પ્રકાર પ્રમાણે સ્વીકાર કરીને નિકાલ કરવા માટેની સીસીએ (કોન્સોલીડેટેડ ક્ધસેન્ટ એન્ડ ઓથોરાઇઝેશન) મેળવી હોય તે સુનિશ્વિત કરવા પણ તાકીદ કરાઇ છે.
