મીઠાપુરમાં સગીરા ઉપર છ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યુ

મીઠાપુરમાં સમાજને હચમચાવી નાખે અને કાયદા-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે તેવો એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો બનાવ મીઠાપુર પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. મીઠાપુર વિસ્તારમાં…

મીઠાપુરમાં સમાજને હચમચાવી નાખે અને કાયદા-વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે તેવો એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો બનાવ મીઠાપુર પંથકમાંથી પ્રકાશમાં આવ્યો છે. મીઠાપુર વિસ્તારમાં રહેતી આશરે પોણા 17 વર્ષની એક સગીરા સાથે પ્રેમ સંબંધના નામે શારીરિક શોષણ કરી, દુષ્કર્મ આચરી અને ગર્ભ રાખી દીધા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ગંભીર મામલે મીઠાપુર પોલીસે સગીરાના પરિવારજનની ફરિયાદના આધારે જુદા જુદા છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને આગળની સઘન તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો અને આ કેસની પ્રાથમિક વિગતો મુજબ, મીઠાપુર પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને નિશાન બનાવીને આ જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર, દ્વારકા તાલુકામાં રહેતા કેટલાક શખ્સોએ વર્ષ 2025 ના સમયગાળા દરમિયાન સગીરા સાથે પ્રેમ સંબંધનું બહાનું ધરીને તેનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ અલગ અલગ તારીખ અને સમયે સગીરાને ક્યારેક ડરાવી-ધમકાવીને તો ક્યારેક લલચાવી-ફોસલાવીને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

આ સતત અને અમાનવીય શારીરિક શોષણના પરિણામે સગીરાને હાલ આશરે સાત માસનો ગર્ભ રહી ગયો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. સગીરાની સ્થિતિ અને ગર્ભ અંગેની હકીકત સામે આવતા પરિવારજનોમાં આઘાતની લાગણી ફેલાઈ હતી અને આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ ગંભીર પ્રકરણ સંદર્ભે મીઠાપુર પોલીસે સગીરાના પરિવારજન દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે તાત્કાલિક પગલાં ભર્યા છે. પોલીસે આ મામલે જુદા જુદા છ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતા પોક્સો એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સગીરા સંબંધિત કેસ હોવાથી કાયદાકીય જોગવાઈઓ મુજબ સંવેદનશીલતા જાળવીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની તપાસ ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સોંપવામાં આવી છે. દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એ. ગરચર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ છ આરોપીઓની ભૂમિકા, ઘટનાના સમયગાળા અને સ્થળો અંગે ઝીણવટભરી તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડવા તથા કાયદાના સકંજામાં લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *