સૌરાષ્ટ્રમાં ખાસ ડ્રાઇવ, 519 શખ્સોનું ચેકિંગ, 14 લાખના ડ્રગ્સ સાથે 7 ઝબ્બે

ગુજરાતમાં નશામુક્ત સમાજ અને યુવા પેઢીને નશીલા પદાર્થોના દૂષણથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રેન્જ હસ્તકના ચાર જિલ્લાઓમાં નશીલા માદક પદાર્થોના…

ગુજરાતમાં નશામુક્ત સમાજ અને યુવા પેઢીને નશીલા પદાર્થોના દૂષણથી બચાવવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રેન્જ હસ્તકના ચાર જિલ્લાઓમાં નશીલા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ, હેરાફેરી અને સેવન જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે એનડીપીએસ એક્ટ હેઠળ ત્રણ દિવસની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય ના સીધા માર્ગદર્શન અને ચાર જિલ્લાના પોલીસ વડાની દેખરેખ હેઠળ એલસીબી, એસઓજી, એન્ટી નારકોટીકસ વિંગ તથા સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો રચવામાં આવી હતી. શંકાસ્પદ સ્થળો, વ્યક્તિઓ અને માદક પદાર્થોના ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલા શખ્સો પર સતત વોચ રાખી સઘન તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ત્રણ દિવસમાં 519 શખ્સોનું ચેકિંગ કરી 6 સફળ કેસોમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંજો, એમ.ડી. પાવડર, લીલા ગાંજાના છોડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ. 14,32,220નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રાજકોટ રેન્જ હેઠળ આવતા સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જેમાં રાજકોટ ગ્રામ્ય,સુરેન્દ્રનગર, જામનગર અને દેવભૂમિ દ્વારકા માં ત્રણ દિવસીય ઝુંબેશ દરમિયાન કુલ 519 આરોપીઓનું ચેકિંગ કરીને 6 સફળ કેસોમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગાંજો, એમ.ડી. પાવડર, લીલા ગાંજાના છોડ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ. 14,32,220નો મુદ્દામાલ જપ્ત કરી સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે કુલ 156 આરોપીઓનું ચેકિંગ કર્યું હતું, જેમાંથી 1 સફળ કેસ શોધી કાઢી રૂૂ. 20,100ની કિંમતનો 402 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.

જયારે જામનગર જિલ્લા પોલીસે કુલ 238 આરોપીઓને ચેક કર્યા હતા અને 2 સફળ કેસ ઉકેલી રૂૂ. 2,36,250ની કિંમતનો 4 કિલો 725 ગ્રામ ગાંજો તેમજ રૂૂ. 41,900ની કિંમતનો 4.19 ગ્રામ એમ.ડી. પાવડર જપ્ત કર્યો હતો.

રાજકોટ ગ્રામ્યમાં પોલીસ દ્વારા કુલ 35 આરોપીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કુલ 90 આરોપીઓને ચેક કરી 3 સફળ કેસ શોધી કાઢ્યા હતા અને રૂૂ. 6,08,000ની કિંમતનો 12 કિલો 16 ગ્રામ વજન ધરાવતા લીલા ગાંજાના 9 છોડ કબજે કર્યા હતા.

સૌરાષ્ટ્રના પેડલરોની પોલીસને માહિતી આપવા ખાસ અપીલ
સૌરાષ્ટ્રમાં યુવાધનને નશાના ચુંગાલમાંથી બચાવવા અને સમાજમાં માદક પદાર્થોના દુષ્પરિણામો અંગે જનજાગૃતિ લાવવા પોલીસ વિભાગ કટિબદ્ધ છે. નશીલા પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને મૂળમાંથી ઉખેડી ફેંકવા માટે આવી વિશેષ ડ્રાઇવ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. સાથે જ, આસપાસના વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ, સંગ્રહ કે હેરાફેરી અંગે કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક ડીઆઈજી કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *