ત્રિભાષા વિવાદમાં સુપ્રીમની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) ની ત્રણ ભાષા નીતિ હેઠળ ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓને બે કે ત્રણ ભાષાઓનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક વર્ષના મધ્યમાં કોઈપણ વિદ્યાર્થીને તેમની ભાષા સંયોજન બદલવાની ફરજ પાડવામાં આવશે નહીં. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વી મોહનાની બનેલી બેન્ચે CBSE શાળાઓમાં ત્રણ ભાષા ફોર્મ્યુલાના અમલીકરણને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે આ સ્પષ્ટતા જારી કરી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જે વિદ્યાર્થીઓએ બે ભાષાઓ પસંદ કરી છે તેઓ બે ભાષાઓનો અભ્યાસ ચાલુ રાખી શકે છે, જ્યારે જે વિદ્યાર્થીઓએ ત્રણ ભાષા પસંદ કરી છે તેઓ ત્રણેયનો અભ્યાસ ચાલુ રાખી શકે છે.
સુધારેલી નીતિ લાગુ કરવાના નામે શાળાઓ વિદ્યાર્થીઓને તેમની હાલની પસંદગીઓ બદલવા માટે દબાણ કરી શકતી નથી.
કોર્ટની સ્પષ્ટતા ધોરણ 6, 7, 8 અને 9 ના વિદ્યાર્થીઓને રાહત આપે છે, જેઓ CBSE માળખામાં ફેરફારો પછી તેમની ભાષા સંયોજનો અંગે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા. બેન્ચે ભાર મૂક્યો કે ત્રણ-ભાષા નીતિના પરિણામે વિદ્યાર્થીઓને ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ભાષાઓ બદલવાની ફરજ પાડવી જોઈએ નહીં.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ત્રીજી ભાષાનું મૂલ્યાંકન શાળાઓ દ્વારા આંતરિક રીતે કરવામાં આવશે. આ મૂલ્યાંકનમાં મેળવેલા ગુણ વિદ્યાર્થીઓના અંતિમ બોર્ડ પરીક્ષાના પરિણામોને અસર કરશે નહીં. ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષામાં ફરજિયાત બોર્ડ પરીક્ષાઓમાંથી મુક્તિ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષામાં અલગ ઈઇજઊ બોર્ડ પરીક્ષા આપવાની રહેશે નહીં. તેમનું મૂલ્યાંકન શાળા સ્તરે કરવામાં આવશે.
