પુત્રીની ડિલિવરીના કામે હોસ્પિટલમાં દોડધામ વચ્ચે શ્રમિકના ખાતામાંથી 95 હજાર ઉપડી ગયા

યુપીઆઈ આઈડીનો પાસવર્ડ મેળવી મજૂરના ખાતામાંથી નાણાં સેરવી લીધા! શહેરના મવડી રોડ પર 40 ફૂટ રોડ નજીક ઓમનગર સર્કલ પાસે આવેલી ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા…

યુપીઆઈ આઈડીનો પાસવર્ડ મેળવી મજૂરના ખાતામાંથી નાણાં સેરવી લીધા!

શહેરના મવડી રોડ પર 40 ફૂટ રોડ નજીક ઓમનગર સર્કલ પાસે આવેલી ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા મજૂર સાથે સાયબર છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ગઠિયાએ સુરેશભાઈ રવજીભાઈ ભટ્ટી (ઉ.વ. 42)ના યુપીઆઈ આઈડીનો પાસવર્ડ મેળવી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 95 હજાર ઉપાડી લીધા હતા. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, ગત તા. 29-10ના રોજ તેમની મોટી પુત્રી ઇશીતાને ડિલિવરી આવતા ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પુત્રીની સારસંભાળ માટે પરિવારજનો હોસ્પિટલમાં હાજર હતા. દરમિયાન દવા લેવા માટે નાણાંની જરૂૂર પડતાં તેઓ પુત્રી સાથે ઓમનગર સર્કલ પાસે આવેલા એટીએમમાં ગયા હતા અને ત્યાંથી રૂૂ. 500 ઉપાડ્યા હતા.

ત્યારબાદ દવા લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. સાંજે પુત્રીના લગ્ન નજીક હોવાથી ચણિયાચોળીની તારીખ બદલાવવા માટે ગુંદાવાડી ગયા હતા. આ દરમિયાન પત્ની તૃપ્તિનો ફોન આવતા પાવડરનો ડબ્બો લેવા પુત્રી સાથે મેડિકલ સ્ટોર પર ગયા હતા. ત્યાં ગુગલ પે મારફતે પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પેમેન્ટ થયું નહોતું.

ત્યારબાદ તેઓ પાવડરનો ડબ્બો લઈને ઝનાના હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન બેંકમાંથી ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવ્યો હતો. અંગ્રેજીમાં મેસેજ હોવાથી તેમણે મિત્રને ફોન કરીને જાણ કરી હતી. મિત્રએ મેસેજ જોઈ તેમને પોતાની દુકાને બોલાવ્યા હતા. માયાણી ચોક ખાતે મિત્ર મયુરભાઈએ તપાસ કરતાં તેમની સાથે રૂૂ. 95 હજારની છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું.

બીજા દિવસે તા. 30ના રોજ મિત્ર સાથે સીતારામ ચોક ખાતે આવેલી બેંકમાં તપાસ કરાવતા ખાતામાંથી રૂૂ. 95 હજાર ઉપડી ગયાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ખાતામાં બચેલી રૂૂ. 1.45 લાખની રકમ ઉપાડી લેવામાં આવી હતી. સાયબર હેલ્પલાઇન પર જાણ કર્યા બાદ સુરેશભાઈએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *