લેઉવા-કડવા-આંજણા પટેલ પહેલાથી જ એક છે
દીવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ પટેલના નિવેદન સામે અસહમતિ વ્યક્ત કરી પલટવાર કર્યો છે અને જણાવ્યું હતું કે, પ્રફુલભાઈ જાહેર મંચ પરથી માં ઉમિયા, માં ખોડલ અને માં અર્બુદાને સગી બહેનો ગણાવે તે યોગ્ય નથી. ઇતિહાસ અને તથ્યોના આધારે ત્રણેય દેવીઓનું અલગ-અલગ અસ્તિત્વ છે. આવી વાતો તમને શોભતી નથી અને અમે તેની સાથે સંપૂર્ણ અસહમત છીએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે લેઉવા પટેલ, કડવા પટેલ અને આંજણા પટેલ સહિતના ખરેખર પાટીદારો તો એકજૂથ છે જ. વર્ષો બાદ ચૌધરી સમાજના મંચ પરથી આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે, જેમાં 100 ટકા રાજકીય ગંધ આવે છે. પ્રફુલ પટેલના નિવેદન સામે લલિત વસોયાએ પોતાની અસહમતિ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે.
પ્રફૂલ પટેલના નિવેદનમાં રાજકીય ગંધ આવે છે, લલિત વસોયા
લેઉવા-કડવા-આંજણા પટેલ પહેલાથી જ એક છે દીવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રફુલ…
