શીખ ધર્મના સ્થાપક અને મહાન સંત શ્રી ગુરુ નાનક દેવજીના પવિત્ર જન્મોત્સવ નિમિત્તે રાજકોટમાં શ્રી ગુરુ મંદિર ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગુરુ નાનક જયંતિની ઉજવણી આવી હતી.
આ પાવન અવસરે વહેલી સવારે 4:00 કલાકે શ્રી ગુરુ મંદિર, રાજકોટ ખાતેથી ભવ્ય પ્રભાતફેરીનું પ્રસ્થાન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રેમીજનો જોડાઈ ગુરુ નાનક દેવજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું હતું. આ ઉજવણીના મુખ્ય આકર્ષણરૂૂપે રાત્રે *1:20 કલાકે ડોળી સાહેબ ઉતારવામાં આવશે, જેમાં ગુરુ નાનક દેવજીના પવિત્ર બાળ સ્વરૂૂપનાં દર્શનનો અલૌકિક લ્હાવો શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થશે. આ પાવન ક્ષણે ગુરુ નાનક દેવજીના જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
ગુરુ નાનક દેવજીના પવિત્ર ઉપદેશો નામ જપો, કિરત કરો અને વંડ છકોના સંદેશ સાથે પ્રેમ, સેવા, સમાનતા અને માનવતાના આદર્શોને યાદ કરી આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે. તમામ શ્રદ્ધાળુઓ અને ધર્મપ્રેમીજનોને સહપરિવાર ઉપસ્થિત રહી ગુરુ નાનક દેવજીના જન્મોત્સવના દર્શન અને ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
