ડેથ કોલ, ચાલુ વાહને મોબાઇલના મોહમાં મોતને આમંત્રણ

ગુજરાતમાં દર વર્ષે મોબાઇલના કારણે 150થી વધુ અકસ્માત, દર ત્રણ ઘટનામાં એકનું મોત ગુજરાતમાં દિવસેને દિવસે રસ્તા પર દોડતા વાહનોની સંખ્યા વધવાની સાથે માર્ગ અકસ્માતોની…

ગુજરાતમાં દર વર્ષે મોબાઇલના કારણે 150થી વધુ અકસ્માત, દર ત્રણ ઘટનામાં એકનું મોત

ગુજરાતમાં દિવસેને દિવસે રસ્તા પર દોડતા વાહનોની સંખ્યા વધવાની સાથે માર્ગ અકસ્માતોની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે. સ્માર્ટફોનની લત અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાની ઘેલછા હવે રાજ્યના રસ્તાઓ પર લોકો માટે ’ડેથ કોલ’ સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિક રિસર્ચ અને માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો એ દારૂૂ પીને ડ્રાઈવિંગ કરવા કરતાં પણ 4 ગણો વધુ ખતરનાક અને જીવલેણ છે.

રાજ્ય ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગના ડેટા મુજબ, ગુજરાતમાં દર વર્ષે ચાલુ વાહને મોબાઈલના ઉપયોગના લીધે 150 થી 160 જેટલા ગંભીર અકસ્માતો નોંધાય છે, જેમાં દર 3 અકસ્માતે 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજે છે.

માનવ મગજ અને ડ્રાઈવિંગ રિસ્પોન્સ ટાઈમ પર થયેલા વૈજ્ઞાનિક સંશોધનો મુજબ, વાહન ચલાવતી વખતે જ્યારે ડ્રાઈવર ફોનની રિંગ સાંભળે છે કે નોટિફિકેશન જોવા માટે માત્ર 2 સેક્ધડ માટે નજર હટાવે છે, ત્યારે 60 કિમીની ઝડપે દોડતું વાહન 33 મીટર (લગભગ 100 ફૂટ) સુધી ડ્રાઈવરની નજર બહાર આગળ વધી જાય છે.
આ ઉપરાંત, સામાન્ય સંજોગોમાં ઈમરજન્સી બ્રેક મારવામાં મગજને 0.75 સેક્ધડ લાગે છે, પરંતુ ફોન પર વાત કરતી વખતે મગજનું ’વિઝ્યુઅલ પ્રોસેસિંગ’ બ્લોક થઈ જવાથી બ્રેકિંગ રિસ્પોન્સ ટાઈમ 50% ઘટી જાય છે. નિષ્ણાતોના મતે હેન્ડ્સ-ફ્રી કે બ્લૂટૂથ ઈયરફોન લગાવીને વાત કરવી પણ એટલી જ જોખમી છે, કારણ કે તેમાં મગજ ’કોગ્નિટિવ ડિસ્ટ્રેક્શન’નો ભોગ બને છે.

45% અકસ્માતોમાં ચાલક એક હાથે સ્ટીયરિંગ અને એક હાથે ફોન પકડી રાખતા સંતુલન ગુમાવે છે. વોટ્સએપમાં મેસેજ વાંચવા કે ટાઈપ કરવાનું જોખમ સૌથી વધુ રહેલું છે. રસ્તો શોધવા વારંવાર ડેશબોર્ડ કે ફોન સામે જોવાથી અકસ્માત સર્જાય છે. યુવાનોમાં બાઈક કે કાર ચલાવતી વખતે કેમેરા સામે જોઈ વીડિયો-રીલ્સ બનાવવાનો ક્રેઝ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર મંત્રાલય અને NCRBના આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 82,151 થી વધુ નાના-મોટા માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેમાં 38,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઓવરસ્પીડિંગમાં કુલ માર્ગ અકસ્માતો અને મોતમાં આશરે 60% થી 65% બનાવો માત્ર નેશનલ-સ્ટેટ હાઈવે પર વાહનોની મર્યાદા બહારની સ્પીડના કારણે બને છે.રોંગ સાઈડ અને અયોગ્ય ઓવરટેકિંગ: રોંગ સાઈડમાં વાહન ચલાવવું તથા કટ કે વળાંક પર સિગ્નલ વગર ઓવરટેક કરવું એ બીજી મોટી કિલર પેટર્ન છે.

મોટર વ્હીકલ અધિનિયમ હેઠળ ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ બદલ પ્રથમ વખત ₹1,000 થી ₹5,000 સુધીનો દંડ અને બીજી વાર પકડાવા પર ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત, ગંભીર કિસ્સામાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવાની અને ઈ-મેમો તથા ઈઈઝટ સર્વેલન્સ મારફતે દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે.હેલ્મેટ અને સીટબેલ્ટનો અભાવ: ટુ-વ્હીલર અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે 70% થી વધુ વાહનચાલકોના માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *