શિયાળામાં પણ ડેન્ગ્યુના ડેરા તંબુ, એકસાથે પાંચ કેસ

રાજકોટ ઉપર જીવલેણ નીવડી શકે એવા ડેન્ગ્યૂના ઘાતક રોગચાળાએ રાક્ષસી પંજો ફેરવ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં જ જ્યા વરસાદી પાણી ભરાઇ રહેતુ હોય ત્યાં જ…

રાજકોટ ઉપર જીવલેણ નીવડી શકે એવા ડેન્ગ્યૂના ઘાતક રોગચાળાએ રાક્ષસી પંજો ફેરવ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં જ જ્યા વરસાદી પાણી ભરાઇ રહેતુ હોય ત્યાં જ ડેન્ગ્યૂના મચ્છરના લારવા થાય છે. પરંતુ આ વખતે તો શિયાળાની શરૂૂઆતમાં પણ કાળોકેર મચાવી રહ્યા છે. એક જ અઠવાડિયામાં ડેન્ગ્યૂના વધુ પાંચ, કેસ નોંધાયા છે. એક રીતે કહીએ તો મચ્છર સામે રાજકોટ મનપા માઇકાંગલી સાબિત થઇ રહી છે. બીજીબાજુ મિશ્ર વાતાવરણના લીધે શરદી-ઉધરસ-તાવ સહિત વાયરલ ઇન્ફેકશનના કેસ પણ એક અઠવાડિયામાં વધ્યા છે. ખાનગી હોસ્પિટલમાં વાયરલ રોગચાળાના કેસ બમણાજોરે વધ્યા છે.

રાજકોટમાં મચ્છરજન્ય ચિંતાજનક બનતો જાય છે. છેલ્લાં એક સપ્તાહમાં વધુ પાંચ વ્યક્તિ ડેન્ગ્યૂના રોગચાળાના ખાટલે પડ્યા છે. શહેરમાં હાહાકાર મચાવતા ડેન્ગ્યૂ સામે મનપા તમામ સ્તરે વામણી પુરવાર થઇ રહી છે. તંત્રની કહેવાતી આરોગ્યલક્ષી ઝૂંબેશ ઉપર ડેન્ગ્યૂના મચ્છરો હાવી થઇ ગયા છે.

શહેરનો એકપણ વિસ્તાર એવો નહીં હોય જ્યા ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ ન હોય. ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. મનપાએ જાહેર કરેલા સાપ્તાહિક રિપોર્ટમાં ડેન્ગ્યૂના વધુ 10 કેસ નોંધાયા છે. રોગચાળાના સાચા આંકડા છુપાવવામા માહિર મનપાએ તેમના રિપોર્ટમાં દર્શાવેલા આંકડા અને સિવિલ હોસ્પિટલના ઓપીડીના આંકડામાં જમીન આસમાનનો તફાવત છે. ખાનગી હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસની ગંભીર સ્થિતિ છે.ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળાના અત્યાર સુધીના કેસ જોઇએ તો મેલેરિયના 15, ડેન્ગ્યૂના 73 અને ચિકનગુનિયા 2 કેસ નોંધાયા છે.

મચ્છરોનું ઘર બની જાય તેવી બેદરકારી દાખવનાર 362 આસામીને નોટિસ
અઠવાડિયા દરમિયાન શહેરમાં રહેણાક સિવાય અન્ય 401 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 289 અને કોર્મશીયલ 73 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

અઠવાડિયાના વાયરલ કેસ, એ પણ માત્ર સરકારી આંકડા
શરદી-ઉધરસ 874 કેસ
તાવ 760 કેસ
ઝાડા-ઉલ્ટી 204
ટાઇફોઇડ 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *