સગીર ગુમ થવા મામલે નિંદ્રાધીન મહિલા PSOએ કહ્યું,24 કલાક પછી આવજો

રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો બાળક અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે.કિશોર દ્વારકા જવાનું કહીને ઘરેથી…

રાજકોટ રેલવે સ્ટેશન પરથી 12 વર્ષનો બાળક અજાણ્યા શખ્સ સાથે જતો જોવા મળ્યા બાદ ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે.કિશોર દ્વારકા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હોવાની વિગતો સામે આવી છે.પરિવારજનોના જણાવ્યા અનુસાર, કિશોરે ઘરે ફોન કરીને સ્ટેશનેથી દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને તેની સાથે કોઈ અજાણી વ્યક્તિ પણ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે જે મોબાઈલ પરથી ફોન આવ્યો હતો તે વ્યક્તિ સાથે કિશોર હોવાની શક્યતા છે અને તેની સાથે આશરે 30 થી 35 વર્ષની વયનો અન્ય એક શખ્સ પણ હોવાનું જાણવા મળ્યું છે. કિશોર નાની ઉંમરનો હોવાથી અને અજાણી વ્યક્તિ સાથે ગયો હોવાથી પરિવારમાં ચિંતા અને ઉચાટ વ્યાપી ગયો છે.આ અગાઉ પણ આ કિશોર આ જ રીતે ગુમ થયો હતો ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને બાંગરવાની ટીમ દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો. હાલ પરિવારજનોએ પોલીસ સમક્ષ મિસિંગ ફરિયાદ નોંધવા તેમજ વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવા માટે લેખિત અરજી કરવાની માંગ કરી છે.

બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા એક-બે દિવસ રાહ જોયા બાદ નિયમાનુસાર તપાસની કાર્યવાહી અને કેમેરા ચકાસવાની પ્રક્રિયા હાથ ધરવા અંગે કહેવામાં આવતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.મામા મુરલી ભાવનાણીએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે સ્ટેશન પાસે જ રહેતો 12 વર્ષીય ભાણેજ 21 નવેમ્બરના વહેલી સવારે લગભગ 4.10 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો અને 4.18 વાગ્યે પ્લેટફોર્મ-1 માંથી અંદર પ્રવેશ કરતો જોવા મળ્યો હતો. બાળકની સાથે એક અજાણ્યો વ્યક્તિ જોવા મળ્યો હતો. જેણે લાલ રંગની ટોપી પહેરી હતી અને કેસરી રંગનું મફલર જેવું લટકાવેલું હતું. બાળકે અજાણ્યા નંબર પરથી ફોન કરીને પોતે દ્વારકા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેનો કોઈ પતો મળ્યો નથી.પરિવારજનોના જણાવ્યા મુજબ બાળકની જાણ થતા જ તેઓ 2થી 3 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન નીકળી ગઈ હતી.

ચાઈલ્ડ હેલ્પલાઈન પર સંપર્ક કરતા ત્યાં પણ સંતોષકારક જવાબ ના મળ્યો
પરિવારનો આરોપ છે કે અરજી આપવા ગયા ત્યારે નાઈટ ઙજઘ કામિનીબેન ગોદડું ઓઢીને સૂતા હતા અને 24 કલાક પછી આવવાનું કહીને ટાળવામાં આવ્યા હતા. આખી રાત ફૂટેજ તપાસ્યા બાદ 4.42 વાગ્યા સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે. જેમાં બાળક પ્લેટફોર્મ પર દેખાય છે. પરિવારજનોએ આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘટના અંગે સૌપ્રથમ ચાઈલ્ડ હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો ત્યારબાદ છઙઋ ઓફિસ ખાતે જઈને સીસીટીવી તપાસવાની રજૂઆત કરાઈ હતી. જ્યાં સાહેબને પૂછતાં લખાવીને આવવાનું જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *