TRP કાંડ પછી પણ 279 ગેરકાયદે બાંધકામોને મળ્યું ભેદી પ્રોટેક્શન

નવી વ્યવસ્થા બાદ ડિમોલિનની આખરી 260(2)ની નોટિસ ઇશ્યુ થયા પછી પણ જેની કાંકરી પણ ખરી ન હોય તેવા બાંધકામોની સત્તાવાર માહિતી જનરલ બોર્ડમાં વિપક્ષે માગેલી…

નવી વ્યવસ્થા બાદ ડિમોલિનની આખરી 260(2)ની નોટિસ ઇશ્યુ થયા પછી પણ જેની કાંકરી પણ ખરી ન હોય તેવા બાંધકામોની સત્તાવાર માહિતી જનરલ બોર્ડમાં વિપક્ષે માગેલી માહિતીમાં થયો પર્દાફાશ

ટાઉન પ્લાનીંગ શાખામાં ઝોનવાઇઝ ‘મુખ્યા’(ટીપીઓ)ની નિમણૂક કરવા સહિતના માળખામાં ધરમૂળથી થયેલી નવી વ્યવસ્થામાં પણ TP શાખામાં ‘તોડ-પાણી’ને છુટ્ટો દોર!

રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા એટલે ભ્રષ્ટાચારનો મસમોટો ભોરીંગ, લાખો-કરોડો-અબજો રૂૂપિયાની ભ્રષ્ટ ‘પ્રેકટિસ’ આ મલાઇદાર શાખામાં ચાલતી હોવાની એક પંકાયેલી છાપ છે અને ટીઆરપી અગ્નિકાંડ બાદ તો આ પંકાયેલી છાપ હકિકત બની છાપરે ચડીને પોકારી હતી. ખુદ ટાઉન પ્લાનીંગ શાખાના ‘આકા’ એમ.ડી.સાગઠિયાની બેનંબરની સંપતિ સહિતનો કદડો બહાર આવ્યો હતો. એ ઉપરાંત પણ અડધો ડઝન આસી.ટાઉન પ્લાનર અધિકારી સસ્પેન્ડ કરાયા હતા. ટીઆરપીકાંડ પહેલા સમગ્ર શહેરની ટીપી શાખાના ‘મુખ્યા’ એક જ હતા. કાંડ સર્જાયા પછી ટીપી શાખામાં થયેલા ધરમુળથી ફેરફારમાં ઝોનવાઇઝ ‘મુખ્યા’(ટીપીઓ) મુકવામા આવ્યા.

જો કે એમછતા ગેરકાયદે બાંધકામોને અપાતા ભેદી પ્રોટેકશનનો કાળો કારોબાર અટક્યો નથી. નીચેનો સ્ટાફ એટલે કે એટીપી(આસી.ટાઉન પ્લાનર) સહિતનાની ‘પ્રેકટિસ’ અટકી ન હોવાની આશંકા સાથેની એક ઓનપેપર હકિકત સામે આવી છે. ઝોનવાઇઝ ટીપીઓ મુકાયા પછી 260(2) એટલે કે ડિમોલિશનની આખરી નોટિસ જેટલી ઇશ્યુ થઇ હતી તેમાથી 279 બાંધકામ એવા છે કે, તેની કાંકરી પણ ખરી નથી.

ટીઆરપી કાંડ પછી પછી ગેરકાયદે બાંધકામોની આડમાં ભ્રષ્ટાચારને લગામ લગાવી શકાઇ નથી તે સતાવાર રીતે ઓનપેપર સાબિત એટલા માટે થઇ ગયુ છે કે, ગઇકાલે મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા દિપ્તીબેન સોલંકીએ એવો સવાલ મુક્યો હતો કે, ડિમોલિશનની 2000 જેટલી નોટિસ નીકળી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યુ છે તેમાથી કેટલા બાંધકામ તોડવામા આવ્યા? ક્યા અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે? એ સહિતની વિગતો માગી હતી.

તેના સતાવાર જવાબમાં ટીઆરપી કાંડ બાદ ઝોનવાઇઝ ટાઉન પ્લાનર ઓફિસર(ટીપીઓ)ની નિમણુંક સહિત ટાઉન પ્લાનીંગ શાખાના માળખામાં વેસ્ટ ઝોનમાં 201 ગેરકાયદે બાંધકામનો નોટિસ નીકળી હતી. તેમાથી 42 બાંધકામ તોડવામા આવ્યા. જ્યારે સેન્ટ્રલ ઝોનમા 124 નોટિસ પૈકી માત્ર 4 બાંધકામ જ તોડાયા. જ્યારે ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠે 225 નોટિસ પૈકી વ્યક્તિગત એક પણ યુનિટ નહીં. સામાકાંઠે જે પણ ડિમોલિશન થયુ છે એ તમામ બાંધકામ જંગલેશ્વરમાં 1495 કાચા-પાકા મકાન તોડવામા આવ્યા છે.

નોટિસ અપાયા બાદ ‘બેનંબરી વહીવટ’ની આ છે મોડેસ ઓપરેન્ડી
ગેરકાયદે બાંધકામમાં વહીવટની એક મોડસ ઓપરેન્ડી ટીઆરપી કાંડ પહેલા પણ વર્ષોથી ચાલતી હતી અને એ પછી પણ લગલગાટ ચાલુ જ છે. પહેલા 260(1) એટલે કે સાત દિવસમાં ગેરકાયદેસર બાંધકામ સ્વૈચ્છાએ તોડી પાડવા ટીપી શાખા નોટિસ આપે છે અને નોટિસ આપ્યા પછી ‘વહીવટ’ થઇ જતો હોય છે. જે બાંધકામમાં ટેબલ નીચેના ‘વહીવટ’માં વિલંબ થાય ત્યા ડિમોલિશનની 260(2)ની આખરી નોટિસ ફટકારવામા આવે છે અને એ પછી પણ આખરી નોટિસ હોવા છતાં કોઇને કોઇ રીતે રસ્તો કાઢી આપી ટેબલ નીચેનો વહીવટ કરી નાખવામા આવતો હોવાનું સૌ કોઇ જાણે જ છે. સસ્પેન્ડ ટીપીઓ સા-ગઠિયાના કાર્યકાળ પહેલા અને એ પછી પણ આવી જ મોડેસ ઓપરેન્ડી હેઠળ ટેબલ નીચેનો વહીવટ બરકરાર રહ્યો છે તેમા શંકાને કોઇ સ્થાન નથી.

આ છે નોટિસ બાદના ‘વહીવટ’નું પોસ્ટમોર્ટમ!
ઝોન અપાયેલી આખરી નોટિસ તોડાયેલા બાંધકામ
ન્યુ રાજકોટ 201 42
મધ્ય રાજકોટ 124 4
સામાકાંઠે 225(વ્યક્તિગત યુનિટ) માત્ર જંગલેશ્વરમાં 1495

વોર્ડ નં.5માં ટીપી શાખાની સૌથી વધુ ‘પ્રોટેકશન પ્રેક્ટિસ’
વોર્ડ નં.5 કે જ્યા રણછોડનગર, શ્રીરણછોડનગર, પેડક રોડ, સંતકબીર રોડ પર ડિમોલિશનની નોટિસ અપાઇ હોવાનું પ્રમાણ વધુ છે. આ વોર્ડમાંથી લેખિતમાં ફરિયાદ પણ વધુ થઇ હોવા છતા કોઇ પગલાં લેવામા આવ્યા ન હોવાનું પણ સામે આવ્યુ છે. વોર્ડ નં.5માં જુના રહેણાંક બાંધકામને તોડીને તેની જગ્યાએ સોના-ચાંદી, ઇમીટેશનના ચાર-પાંચ માળના આલિશાન શો-રૂૂમ બનાવવા માટે ટીપી શાખા હસ્તક છ આંકડામાં ‘વહીવટ’ થતો હોવાનો પણ આક્ષેપ ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *