ભાવનગરમાં 10થી વધુ રખડતા શ્ર્વાનનો મહિલા પર હુમલો

ભાવનગરના રાણીકા વિસ્તારમાં રસ્તા પરથી ચાલીને જતા એક વૃદ્ધ મહિલા પર શ્વાનના ટોળાએ અચાનક હુમલો કરી પાડી દીધા અને આડેધડ બચકાં ભરી લીધા હતા. મહિલાને…

ભાવનગરના રાણીકા વિસ્તારમાં રસ્તા પરથી ચાલીને જતા એક વૃદ્ધ મહિલા પર શ્વાનના ટોળાએ અચાનક હુમલો કરી પાડી દીધા અને આડેધડ બચકાં ભરી લીધા હતા.
મહિલાને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને હચમચાવી દેતા સીસીટીવી બહાર આવ્યા છે.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, મહિલા હાથમાં લાલ થેલી લઈને રસ્તા પર ચાલી રહી છે. ત્યારે રસ્તાની બાજુમાંથી એક કૂતરો દોડીને મહિલા પાસે આવે છે. મહિલા પોતાની થેલી વડે તેને ભગાડવાનો પ્રયાસ કરે છે. એટલામાં સામેથી બીજા બે કૂતરા પણ ત્યાં દોડી આવે છે અને હુમલો કરી દે છે. પાઈજામા ખેંચીને બચકાં ભરતાં મહિલા બચવાના પ્રયાસમાં સંતુલન ગુમાવીને પડી જાય છે. મહિલા દર્દથી કણસતી જમીન પર જ બેસી રહે છે અને બૂમાબૂમ કરે છે ત્યાં થોડી વારમાં આસપાસથી અન્ય ત્રણ મહિલાઓ દોડીને મદદ માટે આવે છે.

કુતરાના હુમલાનો ભોગ બનેલા મેહમુદાબેન મેસનભાઈએ જણાવ્યું હતું કે, હું રસ્તામાં ચાલીને જતી હતી ત્યારે કૂતરાંઓ મને ચોંટી પડ્યા હતા, બધા દોડીને આવ્યા નકર મને મારી જ નાખત. દોડીને આવ્યા ને તોય મને હજી ચાર-પાંચ બચકાં ભરી લીધા હતા. નમાઝ પઢવા જતાં’તા એની પાછળ એ દોડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *