SENAના ચારેય દેશમાં સેન્ચુરી ફટકારવાનો કે.એલ. રાહુલનો રેકોર્ડ

34 વર્ષીય ઓપનર કેએલ રાહુલે (124 નોટઆઉટ) અહીં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે સવારે કરીઅરની જે 13મી ટેસ્ટ સદી ફટકારી એને લીધે તે…

34 વર્ષીય ઓપનર કેએલ રાહુલે (124 નોટઆઉટ) અહીં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે સવારે કરીઅરની જે 13મી ટેસ્ટ સદી ફટકારી એને લીધે તે એવી અનોખી રેકોર્ડ બુકમાં આવી ગયો જેમાં અત્યાર સુધી એકમાત્ર પાકિસ્તાની ખેલાડીનું નામ હતું.પાકિસ્તાનના સઈદ અનવર પછી રાહુલ એવો બીજો ટેસ્ટ ઓપનર બન્યો છે જેણેSENA (South Africa, England, New Zealand, Australia) તરીકે ઓળખાતા ચારેય દેશમાં સેન્ચુરી ફટકારી છે. આ બે સિવાય વિશ્વના કોઈપણ ટેસ્ટ ખેલાડીએ આ ચારેય દેશમાં સેન્ચુરી કરી હોય એવું ક્યારેય નહોતું બન્યું.

સઈદ અનવરની SENA દેશોમાં જે સાત સેન્ચુરી હતી એમાંથી છેલ્લી સદી તેણે 1999ની સાલમાં કરી હતી. ત્યાર બાદ છેલ્લા 27 વર્ષમાં એ રેકોર્ડની બરાબરી કોઈ નહોતું કરી શક્યું, પણ હવે રાહુલે એ કરી દેખાડ્યું છે. ન્યૂઝીલેન્ડમાં રાહુલની આ પહેલી ટેસ્ટ સદી છે. આ પહેલાં તેણે સાઉથ આફ્રિકામાં, ઇંગ્લેન્ડમાં અને ઑસ્ટ્રેલિયામાં સેન્ચુરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *