ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સામે 1 ડીસેમ્બરથી મેગા ડ્રાઇવ

ગુજરાતમાં નશાના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે 1 ડિસેમ્બર, 2026થી રાજ્યવ્યાપી ’મેગા ડ્રાઇવ’ શરૂૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના…

ગુજરાતમાં નશાના કારોબાર અને ડ્રગ્સ માફિયાઓને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે 1 ડિસેમ્બર, 2026થી રાજ્યવ્યાપી ’મેગા ડ્રાઇવ’ શરૂૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ડીજીપી અને સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે યોજેલી મેરેથોન બેઠકમાં રાજ્યના યુવાનોને નશાની ચુંગાલમાંથી બચાવવા માટે આ કડક નિર્ણય લીધો છે

આગામી 1 ડિસેમ્બરથી રાજ્યમાં ’ડ્રગ્સ મુક્ત ગુજરાત’ અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યને વર્ષ 2029 સુધીમાં ડ્રગ્સ મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે સરકાર દ્વારા વિશેષ રોડમેપ તૈયાર કરવામાં આવશે.

આ અભિયાનને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ રેન્જના વડાઓ તેમજ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા, ડ્રગ્સની હેરાફેરી અટકાવવા અને યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વિગતવાર રોડમેપ તૈયાર કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. આ રોડમેપના આધારે રાજ્યભરમાં ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્રને વધુ સક્રિય બનાવી ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચવા માટે વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા 1 ડિસેમ્બરથી શરૂૂ થનારા આ અભિયાનમાં ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડવા, ડ્રગ્સના વેપારીઓ સામે કડક પગલાં લેવા અને ડ્રગ્સના દૂષણ અંગે જનજાગૃતિ ફેલાવવા પર ભાર મૂકવામાં આવશે. ખાસ કરીને યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટે વિવિધ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન પણ હાથ ધરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.

ગુજરાતને વર્ષ 2029 સુધીમાં ડ્રગ્સ મુક્ત બનાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે પોલીસ, વહીવટી તંત્ર અને અન્ય સંબંધિત વિભાગો વચ્ચે સંકલન વધારવામાં આવશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ સામે સતત દેખરેખ રાખીને કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવવાના સંકેતો આપ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શરૂૂ થનારા આ અભિયાનને ડ્રગ્સ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં 1 ડિસેમ્બરથી શરૂૂ થનારા ’ડ્રગ્સ મુક્ત ગુજરાત’ અભિયાન દ્વારા ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી અને જનજાગૃતિના માધ્યમથી રાજ્યને સુરક્ષિત અને ડ્રગ્સ મુક્ત બનાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવશે. આ સમગ્ર કવાયત પાછળ ડ્રગ્સના નેટવર્કને માત્ર સપાટી પર લાવવાનો નહીં, પરંતુ તેના મૂળ સુધી પહોંચવાનો હેતુ છે, કારણ કે ડ્રગ્સના કારોબારમાં એક પેડલર પકડાય તો તેની પાછળ સપ્લાયર, મુખ્ય આરોપી અને અન્ય સંપર્કોની કડી હોય છે. અગાઉ પકડાયેલા આરોપીઓ પાસેથી મળતી માહિતીના આધારે જૂના નેટવર્કની કડીઓ ફરી તપાસવામાં આવશે. ડ્રગ્સના ધંધામાં નવા ખેલાડીઓ ઊભા થયા છે કે જૂના આરોપીઓ જ અલગ-અલગ રીતે આ કારોબાર ચલાવી રહ્યા છે તે દિશામાં પણ પોલીસનું ધ્યાન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *