ઉંઝા APMCના ચેરમેનને મામાના નામે ‘મામા’ બનાવી 5 લાખની ઠગાઇ

ઊંઝાAPMCના ચેરમેન દિનેશ પટેલ સાથે 5 લાખ રૂૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવતાં સહકારી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ઠગ ટોળકીએ ચેરમેનના…

ઊંઝાAPMCના ચેરમેન દિનેશ પટેલ સાથે 5 લાખ રૂૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવતાં સહકારી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ઠગ ટોળકીએ ચેરમેનના મામા કાશીરામભાઈના નામે વિશ્વાસ કેળવીને 5 લાખ રૂૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, સામાજિક સેવા સંસ્થા ટ્રસ્ટમાં દાન આપવાના બહાને સંજયભાઈ અને સંજીવકુમાર નામના ઠગોએ ચેરમેન દિનેશ પટેલ સાથે ઠગાઈ આચરી હતી. આરોપીઓએ ચેરમેનને ગાંધીનગરની કમલમ ઓફિસ અને MLA ક્વાર્ટર્સ પાસે બોલાવીને દાનની માંગણી કરી હતી.

ત્યારબાદ ઊંઝાથી અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢી મારફતે 5 લાખ રૂૂપિયા મોકલવામાં આવ્યા હતા. જોકે, થોડા સમય બાદ દિનેશ પટેલે તેમના અસલી મામા કાશીરામભાઈ સાથે વાત કરતા સમગ્ર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતાં દિનેશભાઈએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં અમદાવાદની આંગડિયા પેઢીમાંથી રૂૂપિયા લેવા આવેલા શખ્સના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઠગાઈ પાછળ આકાશ પટેલ નામના શખ્સનું નામ પણ બહાર આવ્યું છે. હાલ પોલીસ દ્વારા ઈઈઝટ ફૂટેજ અને આકાશ પટેલ સહિતના શખ્સોની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *