હૃદયરોગના હુમલાથી નિવૃત્ત કર્મચારી સહિત બે લોકોના મોત

શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં રૈયા રોડ પર નિવૃત બેંક કર્મચારી અને શ્યામનગરમાં વૃધ્ધનું હાર્ટ બેસી ગયુ હોવાની ઘટના સામે…

શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં રૈયા રોડ પર નિવૃત બેંક કર્મચારી અને શ્યામનગરમાં વૃધ્ધનું હાર્ટ બેસી ગયુ હોવાની ઘટના સામે આવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર પંચતત્વ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત બેંક કર્મચારી ઇશ્ર્વરભાઇ હરીભાઇ વાગડીયા (ઉ.વ.71)ને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત બીજા બનાવમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શ્યામનગરમાં રહેતા રધુભાઇ લીલાધરભાઇ સોલંકી (ઉ.વ.62)ને હૃદયરોગનો હુમલો આવતા મગજની નશ ફાટી ગઇ હતી. વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યા ઓપરેશન બાદ વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *