ગોલમાલ-5માં બે નવા ગીત ઉમેરાયા, મુંબઇમાં થશે શુટિંગ

ગોલમાલ ફ્રેન્ચાઇઝીમાં ફરી સંગીતનો ધમાકો ગોલમાલ ફાઈવમાં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો ર્નિણય લેવાયો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અજય દેવગણ, અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ પર ગીતોનું…

ગોલમાલ ફ્રેન્ચાઇઝીમાં ફરી સંગીતનો ધમાકો ગોલમાલ ફાઈવમાં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો ર્નિણય લેવાયો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં અજય દેવગણ, અક્ષય કુમાર સહિતની સ્ટારકાસ્ટ પર ગીતોનું શૂટિંગ થશે રોહિત શેટ્ટીની ’ગોલમાલ ફાઈવ’માં છેલ્લી ઘડીએ બે ગીત ઉમેરવાનો ર્નિણય લેવાયો છે.

આ માટે રોહિત શેટ્ટી મુંબઇમાં ફિલ્મના તમામ કળાકારોને એકત્ર કરી રહ્યાં છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં એક પછી એક એમ બે ગીતોનું સળંગ શૂટિંગ મુંબઇમાં કરવામાં આવશે.આ બંને ગીત અજય દેવગણ, અક્ષય કુમાર, અરશદ વારસી, શ્રેયસ તળપદે, કુણાલ ખેમુ, તુષાર કપૂર અને શર્મન જોશી પર ફિલ્માવવામાં આવશે. ’ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીની તમામ ફિલ્મોની જેમ ફાઇવમાં પણ એક ધમાલ મચાવતું ગીત હશે. શર્મન જોશી પહેલી ’ગોલમાલ’ ફિલ્મ બાદ 21 વર્ષે ફરી ફેન્ચાઇઝીમાં પાછો ફરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *