સામેથી આવતા વાહનની લાઇટથી અંજાઇ જતા બાઇક થાંભલા સાથે અથડાયું, ગેરેજ સંચાલકનું મોત

શહેરમાં મવડી મેઇન રોડ પર આવેલા નવલનગરમાં રહેતો યુવાન ઢેબર રોડ પર પોતાના ગેરેજથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગોંડલ રોડ પર સામેથી આવતા અજાણયા…

શહેરમાં મવડી મેઇન રોડ પર આવેલા નવલનગરમાં રહેતો યુવાન ઢેબર રોડ પર પોતાના ગેરેજથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગોંડલ રોડ પર સામેથી આવતા અજાણયા વાહનની લાઇટથી અંજાઇ જતાં ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બાઇક થાંભલા સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગેરેજ સંચાલકનું મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર આવેલા નવલનગરમાં રહેતા પ્રિયેશ વિપુલભાઇ ગજ્જર નામના 26 વર્ષનો યુવાન પોતાનુ બાઇક લઇ ગોંડલ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા યુવકનું મોત નીપજતા પરિવારમા ગમગીની છવાઇ પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રિયેશ ગજ્જર તેના માતા-પિતાનો આધારસ્થંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો. અપરિણીત પ્રિયેશ ગજ્જર ઢેબર રોડ પર પિતા સાથે ગેરેજ ચલાવતો હતો. ગેરેજથી ઘરે પરત ફરતો હતો ત્યારે સામેથી આવતા અજાણયા વાહનની લાઇટથી પ્રિયેશ ગજ્જર અંજાઇ જતાં ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક થાંભલા સાથે અથડાયુ હતું. જે અકસ્માતમાં પ્રિયેશ ગજ્જરનું મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *