ગાંધીનગરમાં ‘સલામ’ કરવાના બદલે R.C.ફળદુએ શરૂ કરી ખુદ્દારીની ખેતી

ભાજપની સાંપ્રત સ્થિતિમાં કોઇ હરખ-શોક કે મહત્વકાંક્ષા નહીં ગુજરાતમાં એક સમયે ભાજપના કદાવર નેતા ગણાતા સરળ સજજન સ્વભાવના આર.સી. ફળદુ ભાજપની સાંપ્રત સ્થિતિમાં હાલ હાંસિયામાં…

ભાજપની સાંપ્રત સ્થિતિમાં કોઇ હરખ-શોક કે મહત્વકાંક્ષા નહીં

ગુજરાતમાં એક સમયે ભાજપના કદાવર નેતા ગણાતા સરળ સજજન સ્વભાવના આર.સી. ફળદુ ભાજપની સાંપ્રત સ્થિતિમાં હાલ હાંસિયામાં ધકેલાઇ ગયા હોય તેવી સ્થિતિ છે ત્યારે કોઇપણ જાતનો હરખ-શોક કે મહત્વાકાંક્ષા રાખ્યા વગર આર.સી. ફળદુ પોતાના માદરે વતન કાલાવડમાં ચુપચાપ ખેતીકામે વળગી ગયા છે.
કોઇ પ્રચાર-પ્રપંચ કે રાજકીય નખરાબાજીથી કાયમ દુર રહેતા આર.સી. ફળદુનો હાલ ઓરિજીનલ ખેડુત અવતાર જોવા મળી રહ્યો છે.

અન્ય પૂર્વમંત્રીઓ- ધારાસભ્યોની માફક અઠવાડીયે-પંદર દિવસે વિનાકારણે ગાંધીનગર જઇ ‘સલામ’ મારવાના બદલે ફળદુએ ખુદ્દારીથી ખેતી પસંદ કરી છે. પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ ‘પોતાની’ વાડીમાં પાણી વાળતા હોય તેવો વીડીયો કોઇએ ઉતારી સોશિયલ મીડીયામાં મુકી દેતા આગની માફક વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *