લીલી પરિક્રમા માટે જૂનાગઢ જવા બે સ્પેશિયલ ટ્રેન અને 60 એકસ્ટ્રા બસ દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનાર પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા…

પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનાર પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ટ્રેન સંખ્યા 09604 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10:25 વાગ્યે ઉપડીને બપોરે 13:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્યા 09603 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13:40 વાગ્યે ઉપડીને સાંજે 17:05 વાગ્યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી (20 અને 24 નવેમ્બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે અને ટ્રેન સંખ્યા 09606 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી રાત્રે 23:30 વાગ્યે ઉપડીને બીજા દિવસે મધ્યરાત્રિએ 02:45 વાગ્યે જૂનાગઢ પહોંચશે. વળતામાં ટ્રેન સંખ્યા 09605 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 04:25 વાગ્યે ઉપડીને સવારે 06:55 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન પણ બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન 18 થી 26 નવેમ્બર, 2026 સુધી (19 અને 23 નવેમ્બર સિવાય) દરરોજ દોડાવવામાં આવશે.મુસાફરોની સુવિધા માટે ઉપરોક્ત બંને જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે. જૂનાગઢમાં તા. 20 નવેમ્બરથી શરૂૂ થનારી પવિત્ર ગિરનારની લીલી પરિક્રમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી અને રેલવે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન જૂનાગઢ જતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને પગલે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા કુલ 60 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે તંત્ર દ્વારા બે સ્પેશિયલ ટ્રેન મુકવામાં આવશે.

રાજકોટ એસટી ડિવિઝનના નિયામક એમ.પી. રાજના જણાવ્યા અનુસાર રાજકોટ, ગોંડલ, મોરબી, ચોટીલા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વાંકાનેર, લીંબડી અને જસદણ સહિતના નવ ડેપોમાંથી આવતીકાલથી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. મુસાફરોની સંખ્યા અને જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને બસોની ફાળવણી કરવામાં આવશે, જેથી પરિક્રમાએ જતા અને પરત ફરતા શ્રદ્ધાળુઓને પરિવહનમાં મુશ્કેલી ન પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *