વઢવાણના રામપરામાં યુવકે ધરાર સંબંધ રાખવા દબાણ કરતા પરિણીતાનો આપઘાત

  વઢવાણના રામપરા ગામમાં પરિણીતાએ ગામના યુવક દ્વારા થતાં બ્લેકમેલીંગ અને અનૈતિક સંબંધ રાખવાના દબાણથી ત્રાસી આપઘાત કરી લીધો હતો. મહિલાનું એસિડ પીધાના 7 દિવસ…

 

વઢવાણના રામપરા ગામમાં પરિણીતાએ ગામના યુવક દ્વારા થતાં બ્લેકમેલીંગ અને અનૈતિક સંબંધ રાખવાના દબાણથી ત્રાસી આપઘાત કરી લીધો હતો. મહિલાનું એસિડ પીધાના 7 દિવસ બાદ મોત નીપજ્યું હતું. પરિવારજનોએ કસૂરવાર સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવા રજૂઆત કરાઇ છે. રામપુરામાં રહેતાં હેતલબેન 1 વર્ષ અગાઉ ગામના અશ્વિન રામજીભાઇ કોડિયાના સંપર્કમાં આવ્યા હતા. મહિના પહેલાં હેતલબેનના પતિ અને વડીઓની હાજરીમાં સંબંધ ન રાખવા સમાધાન થયું હતું.

દિવાળી બાદ અશ્વિન હેતલબેનને બ્લેકમેઇલ કરવાની ધમકી આપી ફરી સંબંધ રાખવા દબાણ કરી ધમકી આપતો હતો. આ સતત માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી ગભરાઈને પરિણીતાએ ઘરના બાથરૂૂમમાં રાખેલું એસિડ પી લીધું હતું. 7 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે.

અગાઉ આરોપીના માણસોએ ડરાવી-ધમકાવીને ઘરકંકાસનું ખોટું નિવેદન લખાવ્યું હતું, જે રદ કરી આરોપી વિરૂૂદ્ધ કડક પગલાં ભરવા પતિએ પોલીસ સમક્ષ માંગ કરી છે. બીજી તરફ હેતલબેનના મોતથી 2 વર્ષ અને 4 વર્ષના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. 18 કલાકે મૃતદેહ સ્વીકાર્યો નથી.

તા.10 નવેમ્બરના રોજ વહેલી સવારે આરોપી અશ્વીન હેતલબેનને મળવા આવ્યો હતો. પતિ બંનેને સાથે જોતાં અશ્વીન ભાગી ગયો હતો. પરિણીતાને સંબંધ રાખવા દબાણ કરતો હતો. મહિલા તાબે ન થતાં બ્લેકમેલીંગ અને જીવન બરબાદ કરવાની ધમકી આપતો હતો.

આરોપી અશ્વીનના પરિચીતો દ્વારા મૃતકના પતિને હોસ્પિટલમાં આવી દબાણ કરાયું હતું કે, અત્યારે ક્યાં અશ્વીનનું નામ લેતાં નહીં. પોલીસ કેસ કરશો તો ગામમાં કોઇ ખેતી કામ નહીં આપે. ઘરનો ઝઘડો છે તેમ જ લખાવજો જેવી સમજણ આપી હતી. મૃતકના કાકા રમેશભાઈ ફરિયાદ દાખલ કર્યા બાદ બોડી સ્વીકારમાં આવશે તેમ કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *