અમેરિકામાં 4 કલાક સુધી હવાઈ સેવા ઠપ: 11 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત, 15 લાખ મુસાફરો પરેશાન

  અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતા દેશભરમાં હવાઈ વ્યવહાર ખોરવાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા દેશભરના એરપોર્ટ પર…

 

અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલની કમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતા દેશભરમાં હવાઈ વ્યવહાર ખોરવાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા દેશભરના એરપોર્ટ પર ફ્લાઇટ્સ રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેના કારણે વિમાનોની ઉડાનો બંધ રહી હતી.લગભગ ચાર કલાકની જહેમત બાદ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને સેવાઓ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે.

આ ઘટનામાં 11 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અંદાજે 15 લાખ મુસાફરોને અસર પહોંચી હતી. શુક્રવારે રાત્રે ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો, જોકે શનિવારે પણ અનેક ફ્લાઇટ્સ રદ થવાની અને વિલંબથી ઉડાન ભરવાની સ્થિતિ યથાવત રહી હતી.

પરિવહન સચિવ સીન ડફીએ જણાવ્યું કે ગ્રાઉન્ડ સ્ટોપના નિયમ હેઠળ જમીન પર રહેલા વિમાનોને ઉડાન ભરવાની મંજૂરી નહોતી, જ્યારે હવામાં રહેલા વિમાનોને સુરક્ષિત લેન્ડિંગની છૂટ અપાઈ હતી. ફ્લાઇટઅવેરના આંકડા મુજબ આ ટેક્નિકલ ખરાબીના કારણે અંદાજે 11 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી અને હજારો મુસાફરો એરપોર્ટ પર ફસાઈ ગયા હતા.

અમેરિકી ગૃહ સુરક્ષા સચિવ માર્કવેન મુલિન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટના પાછળ કોઈ સાયબર હુમલો કે માઈક્રોસોફ્ટની સેવામાં ખામી હોવાના કોઈ સંકેત નથી.

11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલા બાદ અમેરિકામાં બીજી વખત દેશવ્યાપી હવાઈ વ્યવહાર રોકવાની સ્થિતિ સર્જાઈ છે. આ પહેલાં જાન્યુઆરી 2023માં FAAની મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતા પણ તમામ ઉડાનો રોકવામાં આવી હતી.

અમેરિકામાં લગભગ 4 કલાક બાદ ફ્લાઇટ્સ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ત્યારબાદ કેટલીક એરલાઇન્સે પોતાની સેવાઓ ફરી શરૂ કરી દીધી છે, જ્યારે કેટલીકએ કહ્યું છે કે ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થવાની અસર શનિવાર સુધી રહી શકે છે.

પ્રતિબંધ હટાવ્યા બાદ ડેલ્ટા એરલાઇન્સે પોતાની નિર્ધારિત ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી. યુનાઇટેડ એરલાઇન્સે પણ સેવાઓ પુનઃસ્થાપિત કરવાની શરૂઆત કરી હતી, જોકે શનિવારે વિલંબની શક્યતા વ્યક્ત કરી હતી. બીજી તરફ ફ્રન્ટિયર એરલાઇન્સે ફ્લાઇટ્સને સામાન્ય સ્થિતિમાં લાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે જેટબ્લૂ એરવેઝે શુક્રવારની બાકીની તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી અને શનિવારે પણ અસર રહેવાની શક્યતા દર્શાવી હતી.આમ, ટેક્નિકલ ખામીને કારણે અમેરિકાના હવાઈ વ્યવહાર પર મોટી અસર જોવા મળી હતી અને લાખો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *