મુસ્તફિઝુર રહમાન સહિત સાત ખેલાડીઓનું રજિસ્ટ્રેશન
આગામી 16 ડિસેમ્બરે યોજાનાર આઈપીએલ ઓક્શનને લઈને અત્યારથી ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. ખેલાડીઓના રિટેન્શનની ડેડલાઈન નજીક આવી રહી છે. આ વચ્ચે ઘણી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે ખેલાડીઓના ટ્રેડ ચાલી રહ્યાં છે. તેવામાં એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યાં છે. આઈપીએલ 2027મા બાંગ્લાદેશના ખેલાડીઓ પણ સામેલ થશે. બીસીસીઆઇએ તેની એન્ટ્રીનો માર્ગ મોકળો કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આશરે સાત બાંગ્લાદેશી ખેલાડીઓએ હરાજી માટે નોંધણી કરાવી છે. તેમાં નામ ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાનનું છે. પાછલા વર્ષે મુસ્તફિઝુરને કોલકત્તાએ બહાર કરી દીધો હતો.
ત્યારબાદ ખુબ વિવાદ થયો હતો. ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ અધિકારી શહરયાર નફીસે આઈપીએલ રજીસ્ટ્રેશનને લઈને મોટી જાણકારી આપી છે. તેણે કહ્યુ કે મુસ્તફિઝુર સિવાય નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહીદ હ્રદૌય, તસ્કીન અહમદ અને શોરિફુલ ઇસ્લામે પણ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નફીસે કહ્યુ કે આ એક સાધારણ પ્રક્રિયા છે અને બીસીસીઆઈએ તમામ ક્રિકેટ બોર્ડ પાસે ખેલાડીઓના નામ માગ્યા છે, જે આગામી ઓક્શનમાં સામેલ થવા ઈચ્છે છે.
