યુથ ઓલિમ્પિકસમાં બેડમિન્ટનમાં સિલ્વર જીતી તન્વીએ રચ્યો ઇતિહાસ

આફ્રિકા ખંડમાં પહેલી જ વખત ઑલિમ્પિક્સ સ્તરનો રમતોત્સવ યોજાયો છે. જુનિયર ખેલાડીઓ માટેના આ રમતોત્સવમાં બેડમિન્ટનની રમતમાં મહિલા વર્ગમાં વ્યક્તિગત ચંદ્રક જીતનાર તન્વી ભારતની પહેલી…

આફ્રિકા ખંડમાં પહેલી જ વખત ઑલિમ્પિક્સ સ્તરનો રમતોત્સવ યોજાયો છે. જુનિયર ખેલાડીઓ માટેના આ રમતોત્સવમાં બેડમિન્ટનની રમતમાં મહિલા વર્ગમાં વ્યક્તિગત ચંદ્રક જીતનાર તન્વી ભારતની પહેલી ખેલાડી બની છે. બેંગ્લૂરુની તન્વીએ યુથ ઑલિમ્પિક્સ બેડમિન્ટન સિંગલ્સની ફાઈનલમાં ચીનની વર્લ્ડ જુનિયર ચેમ્પિયન ઝાન્ગ યી શિનને જોરદાર લડત આપી હતી, પરંતુ એમાં હારી જવાને પગલે તન્વીએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

તન્વીએ પ્રથમ ગેમ 21-15થી આસાનીથી જીતી લીધી હતી. ઝાન્ગે બીજી ગેમ 21-13થી જીતી લીધી હતી. જોકે છેલ્લી ગેમમાં ફરી તીવ્ર રસાકસી થઈ હતી. બંને ખેલાડીઓએ એકબીજાને જોરદાર લડત આપી હતી. તન્વી એ અંતિમ ગેમ 24-26થી હારી ગઈ હતી. તન્વી બીજા સ્થાને રહેતાં તેને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. બેડમિન્ટન અસોસયેશન ઑફ ઇન્ડિયા (બીએઆઈ)એ તેમ જ બેડમિન્ટનની રમતના અસંખ્ય ચાહકોએ સોશ્યલ મીડિયા પર તન્વીના આ ઐતિહાસિક સિલ્વર મેડલને સેલિબ્રેટ કર્યો છે. તન્વીએ સેમિ ફાઇનલમાં જાપાનની યૂઝુનોને 21-14, 11-21, 21-19થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *