ફરસાણમાં કપડા ધોવાના સોડા ભેળવવાનું કારસ્તાન ઝડપાયું

રાજકોટમાં હલકી ગુણવતાનું પનીર લોકોને પધરાવવાના કારસ્તાન સાથે હવે તહેવારોટાણે ફરસાણમાં વોશિંગ સોડા વાપરી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવાનું કારસ્તાન ઝડપાતા ભારે ચકચાર જાગી…

રાજકોટમાં હલકી ગુણવતાનું પનીર લોકોને પધરાવવાના કારસ્તાન સાથે હવે તહેવારોટાણે ફરસાણમાં વોશિંગ સોડા વાપરી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવાનું કારસ્તાન ઝડપાતા ભારે ચકચાર જાગી છે.
મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ચાલી રહેલી ચેકિંગ ઝુંબેશ દરમિયાન શહેરના મોરબી રોડ પુલ નીચે ફરસાણનો જથ્થાબંધ વેપાર કરતી ચામુંડા ફરસાણ નામની દુકાનમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી ફરસાણમાં ઉપયોગમાં લેવા માટેનો 21 કિલો ગ્રામ સોડા એશ (કપડા ધોવાના સોડા) પાવડર મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

ફુડ શાખાએ આ સ્થળેથી 21 કિલોગ્રામ સોડાએસ ઉપરાંત 180 કિલો તીખી પાપડી, 30 કિલો તીખી સેવ, 30 કિલો તીખી બુંદી મળી કુલ 251 કિલો જથ્થાનો નાશ કરી ગંદકી અને લાયસન્સ બાબતે નોટીસ આપી સેવ, તીખી પાપડી, તીખા ગાંઠીયા અને પૌવાનો ચેવડાના નમુના લઇ લેબોરેટરીમાં મોકલ્યા છે.આ સિવાય ફૂડ વિભાગ દ્વારા “ફોર્ચ્યુન મિલ્ક ફૂડ પ્રોડક્ટસ, લાતી પ્લોટ, શેરી નં.4, પુનિત ઘરઘંટીની બાજુમાં, રાજકોટ.

મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)”નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં TEST FOR FOREIGN FAT ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જયારે “શ્રી ગાયત્રી ડેરીફાર્મ (ઉત્પાદક પેઢી) પુનિતનગર મેઇન રોડ, બજરંગવાડી, પટેલ જવેલર્સની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર(લુઝ)”નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે.

“પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા, સેટેલાઈટ ચોક પાસે, મોરબી રોડ, આશુતોષ મારબલની બાજુમાં રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછુ તથા મોઈસ્ચરનું પ્રમાણ અને TEST FOR FOREIGN FATની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે.

તેમજ “ભગવતી ટ્રેડીંગ, વિજય પ્લોટ-11 નો ખૂણો, ગોંડલ રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર(લુઝ)”નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછુ તથા મોઈસ્ચરનું પ્રમાણ અનેTEST FOR FOREIGN FAT ની માત્રા ધારાધોરણ કરતાં વધુ હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે દિવાળીના તહેવારને અનુલક્ષીને સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 62 પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ 269 ઊંલ અખાદ્ય/ વાસી/ પડતર/ એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવેલ. જે પૈકી કુલ -02 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂૂ.11,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 05 નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *