મોરબી મહાનગરપાલિકાની આજે ખાસ સામાન્ય સભા મેયર ઉત્તમ સુરાણી અને કમિશ્નર સંગીતા રૈયાણીના અધ્યક્ષસ્થાને મળી હતી ખાસ સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા ઉપરાંત ફાયર રેસ્ક્યુ કામગીરીના ચાર્જ તેમજ ઘન કચરા વ્યવસ્થાન અંગેના એજન્ડાઓ પર ચર્ચા કરી નવા ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. મોરબી મનપાની હદમાં રહેણાંક અને જાહેર મિલકતો માટે આગ રેસ્કયુ કામગીરી માટે કોઇ ચાર્જ ચુકવવાનો રહેશે નહીં, પણ મહાનગરપાલિકા હદની બહાર રહેણાંક અને જાહેર મિલકતો સિવાયની અન્ય કોમર્શિયલ મિલકોતમાં આગ બુઝાવવા કે રેસ્કયુ કામગીરી માટે નવો ચાર્જ નિયત કરાયો છે.
ખાસ સામાન્ય સભામાં ફાયર બ્રિગેડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે નવા દરોને મંજુરી આપવામા આવી છે નવા જાહેર કરેલા દરો મુજબ મહાપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક અને જાહેર મિલકતો સિવાયની અન્ય કોમર્શીયલ મિલકતોમાં આગ કે રેસ્ક્યુની ઘટના માટે પ્રથમ 8 કલાક માટે રૂૂ 2500 ચાર્જ વસુલવામાં આવશે તેમજ વાહન દીઠ 1 કિલોમીટરના 25 રૂૂપિયા અને 8 કલાક બાદ દર કલાકે રૂૂ 250 ચૂકવવાના રહેશે ઉપરાંત સ્ટાફ ભથ્થું વ્યક્તિ દીઠ કલાકના 60 રૂૂપિયા લેખે અલગથી ચાર્જ વસુલવામાં આવશે તેમજ મહાપાલિકા હદ વિસ્તાર બહાર પ્રથમ 8 કલાકના 5000 રૂૂપિયા અને ખાનગી બંદોબસ્ત માટે 10,000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે વાહન દીઠ 1 કિમીના રૂૂ 50-8 કલાક બાદ પ્રતિ કલાકના 500 વસુલાશે જોકે મહાપાલિકા વિસ્તારમાં રહેણાંક અને જાહેર મિલકતો માટે આગ બુઝાવવા કે રેસ્ક્યુ કામગીરી માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહિ.
શહેરમાં ઘનકચરા વ્યવસ્થાપન માટે ઘરો માટે 60 અને દુકાનો માટે 150 ચાર્જ
મોરબીમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે કચરાના એકત્રીકરણ અને વૈજ્ઞાનિક નિકાલનો ખર્ચ વસુલવા માટે રહેણાંક મકાનો માટે દર મહીને રૂૂ 60 અને ઝુપડપટ્ટી વિસ્તાર માટે રૂૂ 20 ચાર્જ વસુલવામાં આવશે દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ માટે પ્રતિ મહીને રૂૂ 150, શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ માટે રૂૂ 100 માસિક ચાર્જ તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે માસિક રૂૂ 1000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
