એક વર્ષમાં 1207 ફિલ્મો જોઇ, 10 કલાક થિયેટરમાં વિતાવ્યા

ગિનેશ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો ફિલ્મો જોવાનું કોને ન ગમે? પણ જો રેકોર્ડ બનાવવા માટે તમારે રોજ 8-9 કલાક જાણે કામ પર જતા હો એમ…

ગિનેશ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો

ફિલ્મો જોવાનું કોને ન ગમે? પણ જો રેકોર્ડ બનાવવા માટે તમારે રોજ 8-9 કલાક જાણે કામ પર જતા હો એમ ફિલ્મો જોવાની હોય તો? આ માત્ર કલ્પના જ નથી, અમેરિકાના 60 વર્ષના ભાઈએ આ હકીકત જીવી છે. ગ્લેનવુડ હોસ્કિન જુનિયર નામના સિનિયર સિટિઝને લગભગ એક આખું વર્ષ રોજના 10 કલાક થિયેટરમાં વિતાવ્યા છે. તેમણે એક વર્ષમાં થિયેટરમાં બેસીને સૌથી વધુ ફિલ્મો જોવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.રોજ તેઓ સરેરાશ 3 ફિલ્મો જોતા હતા.

ગ્લેનવુડ ટેક્સ-ઑફિસર હતા એટલે નિવૃત્તિ પહેલાં તેમને ફિલ્મો જોવાનો બહુ ઓછો સમય મળતો. નિવૃત્તિ પછી તો તેમણે બિન્જ વોચિંગ શરૂૂ કરી દીધું. ગ્લેનવુડે રીગલ સિનેમાની અનલિમિટેડ મેમ્બરશિપ લઈ રાખી હતી એને કારણે દર મહિને 2500 રૂૂપિયામાં અનલિમિટેડ મૂવીઝ જોઈ શકતા હતા. આ પહેલાં સૌથી વધુ ફિલ્મો જોવાનો રેકોર્ડ 777 ફિલ્મોનો હતો. ગ્લેનવુડે એ આંકડાને બહુ જ પાછળ છોડી દીધો હતો. તેઓ રોજ 3 મૂવી જોતા. વચ્ચેના બ્રેકમાં ચાલીને ઘરે જતા અને જમીને પાછા થિયેટર પર પહોંચી જતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *