થેન્ક્યુ નર્મદા મૈયા: આજી-ન્યારીમાં નવા નીરના વધામણા કરતા નેતાઓ

નૂતન વર્ષ પૂર્વે પીવાના પાણીનું સંકટ દૂર, વર્ષ આખુ નર્મદા નીર આપવાનું ચાલુ રખાશે તેવી પાણી પુરવઠા મંત્રીએ આપી ખાતરી રાજકોટમાં આ વર્ષે મેઘરાજાએ રુસણા…

નૂતન વર્ષ પૂર્વે પીવાના પાણીનું સંકટ દૂર, વર્ષ આખુ નર્મદા નીર આપવાનું ચાલુ રખાશે તેવી પાણી પુરવઠા મંત્રીએ આપી ખાતરી

રાજકોટમાં આ વર્ષે મેઘરાજાએ રુસણા લીધા હતા પણ નર્મદા મૈયા તારણ બનવા શહેરના ઘરઆંગણેના મુખ્ય આધારસ્તંભ આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદા નીરના આગમનને વધાવવા માટે આજે મેયર ડો.નેહલ શુક્લ, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા, વોટર વર્કસ સમિતિના વાઇસ ચેરમેન રસિલાબેન સાકરીયા સહિતનાએ બન્ને ડેમમાં શ્રીફળ પધરાવીને નર્મદા મૈયાના વધામણા કર્યા હતા.

રાજકોટ શહેરના નાગરિકોને પીવાના પાણીની પૂરતી સુવિધા મળી રહે, ઉનાળાના દિવસોમાં પાણીની અછતનો સામનો કરવો ન પડે તેમજ શહેરની નિયમિત પાણી વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદા નીર આપવાનું શરૂૂ કરી દેવામા આવ્યુ છે. આજે વિધવત નર્મદા નીરના આગમને વધાવવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે લાગણી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, રાજકોટ શહેરના વિકાસની સાથે નાગરિકોની પાયાની જરૂૂરિયાતો જેવી કે પીવાનું પાણી, સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓ સુદૃઢ બને તે માટે રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને પાણીની ઉપલબ્ધતા એ શહેરના સર્વાંગી વિકાસ માટેનો પાયાનો આધાર છે. સૌની યોજના મારફત નર્મદાના નીર રાજકોટના આજી-1 અને ન્યારી-1 ડેમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા શહેરની જળસુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

જ્યારે મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ કે, શહેરના દરેક નાગરિક સુધી પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચે તે માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના સહયોગથી સૌની યોજના અંતર્ગત મળતા નર્મદાના નીર રાજકોટ શહેર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ જળજથ્થાના આગમનથી પાણીની વ્યવસ્થાને નવી મજબૂતી મળશે અને નાગરિકોને પીવાના પાણીની સુવિધા વધુ સુનિશ્ચિત કરવામાં મદદરૂૂપ થશે.

પ્રથમ તબક્કામાં ઓવરફ્લો કરી નખાશે, કુલ 4000 MCFT પાણીની માંગણી
મનપા દ્વારા આજી-1 અને ન્યારી-1 ડેમમાં કુલ 4000 MCFT જળજથ્થો ફાળવવા માટે માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને અનુરૂૂપ રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં બંને ડેમ માટે કુલ 560 MCFT જળજથ્થો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા. 02/11/થી સૌની યોજના અંતર્ગત બંને ડેમમાં નર્મદાના નીર પહોંચાડવાની કામગીરી પુન: શરૂૂ કરવામાં આવી છે. હાલ બીજા તબક્કા અંતર્ગત સૌની યોજના મારફત બંને ડેમમાં નિયમિત રીતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેમાં આજી-1 ડેમમાં પ્રતિદિન 20 MCFT તથા ન્યારી-1 ડેમમાં પ્રતિદિન 15 MCFT પાણી આપવામાં આવી રહ્યું છે. આમ, બંને ડેમમાં મળીને પ્રતિદિન કુલ 35 MCFT નર્મદાના નીરની આવક થઈ રહી છે.

આજી-1ની સ્થિતિ
– ડેમનું પૂર્ણ જળસ્તર 29.00 ફૂટ છે.
– ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 918.00 MCFT છે.
– હાલનું જળસ્તર 20.57 ફૂટ છે.
– હાલનો જળસંગ્રહ 435 MCFT છે.

ન્યારી-1 ડેમની સ્થિતિ
– ડેમનું પૂર્ણ જળસ્તર 25.00 ફૂટ છે.
– ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 1248.00 MCFT છે.
– હાલનું જળસ્તર 14.27 ફૂટ છે.
– હાલનો જળસંગ્રહ 365 MCFT છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *