સોશિયલ મીડિયા પર પોલીસને તોડબાજીની સલાહ આપનાર ભાજપ કાર્યકર્તા સામે ગુન્હો દાખલ કરો

સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા બાદ સોશિયલ મીડીયા પર પોલીસને બેઇમાની અને તોબાજી કરવાની સલાહ આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા…

સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા બાદ સોશિયલ મીડીયા પર પોલીસને બેઇમાની અને તોબાજી કરવાની સલાહ આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીની મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.રજુઆતમાં જણાવાયું છે કે તા.31 ઓક્ટોબર, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે, રાત્રે બાર વાગ્યા આસપાસ રાજકોટના કાલાવડ રોડ સ્થિત ફાઇવ સ્ટાર હોટલ સરાઝા ખાતે એક હાઈ પ્રોફાઇલ દારૂૂ પાર્ટી પર રાજકોટ એલ સી બી પોલીસે દરોડો પાડયો, કાયદા અને નિયમ મુજબ રાજકોટના ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ અને તેની ટીમ આ હાઈ પ્રોફાઇલ કેસ પર કાનૂની કાર્યવાહી કરી જ રહી છે.એવામા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર મે એક પોસ્ટ જોઈ, જેમા મહેશ લુણાગરિયા નામની વ્યક્તિ રાજકોટ પોલીસને બેઈમાની અને તોડબાજી કરવાની ખુલ્લેઆમ સલાહ આપે છે. આ પોસ્ટ સમાજમાં પોલીસની છબીને તાર તાર કરવા માટે પૂરતી છે.

મહેશ લુણાગરિયાની ફેસબુક પ્રોફાઈલ જોતા તેઓએ પોતાનો ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરેલો ફોટો રાખ્યો છે એટલે નિશ્ચિત પણે તેઓ ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સભ્ય હોવાનું તો સાબિત થાય જ છે. ત્યારે જો મહેશ લુણાગરિયા ભાજપ ના કોઈ હોદ્દેદાર, સંગઠન કાર્યકર્તા કે પ્રાથમિક સભ્ય પદે હોય તો પણ પોલીસ ને પબ્લિક પ્લેટફોર્મ પર બેઈમાની અને તોડબાજી કરવાની ખુલ્લી સલાહ આપવા સબબ તેમની સામે સંબંધિત કાનૂની કલમો ની જોગવાઈ હેઠળ ગુન્હો નોંધવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *