સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (જટગખ ઝિીતિ)ં દ્વારા નવસારીના સુપા ગામની સેવાભાવી ધરા પર દ્રષ્ટિહીન વ્યક્તિઓની આંખોમાં રોશની પ્રગટાવવાના સંકલ્પને વધુ પરિપૂર્ણ બનાવવા તથા દ્રષ્ટિહીન લોકોને અંધકારથી ઉજાસ તરફ લાવવાના ઘર ઘર દ્રષ્ટિ અભિયાનના સેવામય પ્રયાસના ભાગરૂૂપે રૂૂ.450 કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરની સુવિધા સભર અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ’દ્રષ્ટિ ધામનું નિર્માણ કરશે. પશ્ચિમ ભારતની વિશ્વકક્ષાની અત્યાધુનિક નેત્ર હોસ્પિટલના લાભાર્થ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, સુપા ગામ, નવસારી ખાતે તા. 05, થી 13, ડીસેમ્બર-2026 દરમિયાન વિશ્વ વંદનીય, સંત વિભૂતિ, મોરારી બાપુની શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો. ભાવિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, સુપા ગામ ખાતે રૂૂ.450 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલી આંખની હોસ્પિટલના લાભાર્થે તા. 05, ડીસેમ્બર થી તા. 13, ડીસેમ્બર-2026 દરમિયાન વિશ્વ વંદનીય, સંત વિભૂતિ, મોરારી બાપુની શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છ આ રામકથાનો લાભ મહત્તમ લોકો લે તે હેતુથી 25 કિલોમીટર લાંબી એવી ભવ્ય આમંત્રણ રેવીનું પણ આયોજન કરવામાં આવશે. સમગ્ર કથા મંડપને સીસી ટીવી કેમેરા, હાઈટેક સિક્યુરીટી, વિમા કવચ હેઠળ આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો. ભાવિનભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની વિવિધ સેવાઓ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ દ્રષ્ટિ જટગખ ટ્રસ્ટ દ્વારા સુરત તથા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી નિ:શુલ્ક આંખ તપાસ કેમ્પ દ્વારા લોકોને નવી દ્રષ્ટિ અને ઉજાસ આપવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે, જેમાં વર્ષ 2025-26 દરમિયાન 420 થી વધુ કેમ્પ દ્વારા 44,800 થી વધુ લોકોનું સ્ક્રિનિંગ અને 11,531 લોકોને નિ:શુલ્ક ઑપરેશન કરવામાં આવ્યા છે.ઘર ઘર દ્રષ્ટિ અભિયાન આ પ્રોજેકટ અંતર્ગત ગામેગામ ઘરે ઘરે જઈ આંખોની તપાસ કરવામાં આવે છે.જૂના ચશ્મા એકત્રીકરણ અભિયાન હેઠળ જૂના ચશ્મા એકત્ર અભિયાન દ્વારા ઉપયોગમાં ન હોય એવા ચશ્મામાં નવા ગ્લાસ ફિટ કરી જરૂૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
