અંડર-19 એશિયા કપમાં સહેવાગ અને દ્રવિડના દીકરાની એન્ટ્રી

  ACC મેન્સ U19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓમાનના મસ્કટમાં 5થી 14 નવેમ્બર સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડનો દીકરો…

 

ACC મેન્સ U19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓમાનના મસ્કટમાં 5થી 14 નવેમ્બર સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડનો દીકરો અન્વય અને વીરેન્દ્ર સહેવાગના દીકરા આર્યવીર સહેવાગને તક મળી છે. જુનિયર ક્રિકેટ કમિટિએ 30 ઓક્ટોબરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. લક્ષ્ય રાયચંદાનીને ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે યશવર્ધન સિંહ ચૌહાણ વાઇસ કેપ્ટન છે. અંડર-19 એશિયા કપમાં ભારતને UAE, નેપાળ અને પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ-બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને મલેશિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંને ગ્રુપમાંથી બે-બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મુકાબલા 12 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ મેચ શનિવાર, 14 નવેમ્બરે રમાશે.

કર્ણાટકના અન્વય દ્રવિડ અને દિલ્હીના આર્યવીર સહેવાગે તાજેતરમાં પૂર્ણ થયેલી વીનુ માંકડ ટ્રોફીમાં પોતાની આક્રમક બેટિંગથી સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. બંને ખેલાડીઓને આ પહેલાં સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી વનડે સિરીઝમાં પણ અંડર-19 ટીમમાં તક મળી હતી. વિકેટકીપર બેટર અન્વય દ્રવિડ જુલાઈમાં શ્રીલંકા પ્રવાસે પણ ગયો હતો. ત્યાં તેણે બીજી વનડેમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ આર્યવીર સહેવાગે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

17 વર્ષના અન્વયે આ મહિનાની શરૂૂઆતમાં અંડર-19 સ્પર્ધામાં ગુજરાત સામે માત્ર 100 બોલમાં 151 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની આ ઇનિંગની મદદથી કર્ણાટકે 300થી વધુ રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આર્યવીરે પણ વીનુ માંકડ ટ્રોફીમાં પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા હતા. તેણે 143 બોલમાં 173 રનની તોફાની ઇનિંગ રમી હતી.

ભારતની યુ-19 ટીમ: લક્ષ્ય રાયચંદાની (કેપ્ટન), આર્યવીર સહેવાગ, વીકે વિનિત, યશવર્ધન સિંહ ચૌહાણ (વાઇસ કેપ્ટન), કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનાલ ચૌહાણ, અન્વય દ્રવિડ (વિકેટકીપર), રજત બઘેલ (વિકેટકીપર), વી. યશવીર, આર્યન સવસાની, મોહિત ઉલવા, કાવ્યા પટેલ, શાવિન વિનોદ અને ઈશાન સૂદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *