દેશ પર સંકટ આવે ત્યારે વિપક્ષ ખુશ થાય છે: મોદીનો પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂૂપિયાથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જનતા સાથે જાહેર જીવનનાં 25 વર્ષ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં 14 હજાર કરોડ રૂૂપિયાથી વધુનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જનતા સાથે જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કર્યો હતો, જે અંતર્ગત આશરે 19 હજાર કરોડ રૂૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ દેશને મુશ્કેલીમાં જોવા માગે છે. જ્યારે દેશ પર સંકટ આવે છે ત્યારે તેમને ખુશી થાય છે. તેનું તાજું ઉદાહરણ ઈરાન સાથેનો તણાવ છે. ભારત જ્યારે એકજૂથ થઈને પરિસ્થિતિનો સામનો કરવામાં વ્યસ્ત છે, ત્યારે વિપક્ષના લોકો અફવાઓ ફેલાવવામાં લાગ્યા છે. ખેડૂતોને ડરાવવામાં આવ્યા કે, ખાતર નહીં મળે. બહેનોને ડરાવવામાં આવી કે ગેસ નહીં મળે. તેમનો ઇરાદો દેશમાં અફરાતફરી ફેલાવવાનો હતો, જેથી તેઓ મોદીને બદનામ કરી શકે. તેમણે કહ્યું કે, તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતા રહેશે.

કાર્યક્રમને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, અહીં યોજાયેલા કાર્યક્રમમાં તમામ લોકો ખાટલા પર બેઠા છે, તે દેશના લોકો માટે આશ્ચર્યની વાત હશે. બનાસકાંઠાએ ગામડાંની પરંપરાઓને ફરી જીવંત કરી છે. જો આ અંગે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સને જાણ કરવામાં આવી હોત, તો કદાચ તેઓ તેને વિશ્વ રેકોર્ડ તરીકે માન્યતા આપી દેત.
મોદીએ કહ્યું કે, આજે અહીં માતૃશક્તિ, બાળકો, ખેડૂતો અને પશુપાલકો માટે અનેક યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશના કરોડો નાના ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો પણ પહોંચ્યો છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠાએ દેશની પરંપરાને જીવંત રાખી છે. આપણા ખેડૂતો અને અન્નદાતાઓ વિકસિત ભારતના સૌથી મજબૂત સ્તંભોમાંના એક છે. અમારી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રાથમિકતા આપી છે. વર્ષ 2013ની સરખામણીમાં આજે દેશનું કૃષિ બજેટ પાંચ ગણું વધી ગયું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કરોડો ખેડૂતોના જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે.

મોદીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારની નીતિઓને કારણે ખેડૂતોને 50 લાખ કરોડ રૂૂપિયાથી વધુનો લાભ મળ્યો છે અથવા તેમની આટલી બચત થઈ છે, એવો તેમણે દાવો કર્યો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સાડા ચાર લાખ કરોડ રૂૂપિયા સીધા નાના ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે.
તેમણે કહ્યું કે, આઝાદી બાદ નાના ખેડૂતોની જરૂૂરિયાતોને ક્યારેય યોગ્ય રીતે સમજવામાં આવી નહોતી અને તેમની ચિંતા કરવામાં આવી નહોતી. જ્યારે દેશમાં 85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. અમારી સરકારે આ ખેડૂતોની ચિંતા કરી છે. અગાઉની સરકારો લઘુત્તમ ટેકાના ભાવ (ખજઙ)ના મુદ્દે ખેડૂતો સાથે દગો કરતી હતી, જ્યારે અમારી સરકારે ખજઙ અંગેનું વચન પૂરું કર્યું છે. ખજઙના માધ્યમથી ખેડૂતોના ખાતામાં 24 લાખ કરોડ રૂૂપિયા પહોંચ્યા હોવાનો દાવો પણ ઙખ મોદીએ કર્યો હતો.

25 વર્ષની સેવાનો હિસાબ આપવા આવ્યો છું: જૂની યાદ તાજી કરી ખાટલા બેઠકને બિરદાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધતા કહ્યું કે, આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો છે. અત્યાર સુધીમાં પ્રથમવાર બનાસકાંઠામાં ખાટલા બેઠક યોજાવા જઈ રહી છે. જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી તરીકેનો મારો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ ડીસામાં યોજાયો હતો. મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ લોકકલ્યાણ મેળો પણ ડીસામાં જ યોજ્યો હતો, જેમાં ત્રણ લાખ લોકો ઉમટી પડ્યા હતા. જ્યાંથી જનસેવાની શરૂૂઆત કરી હતી, ત્યાં આજે 25 વર્ષની સેવાનો હિસાબ આપવા આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *