વન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ

કે.એલ. રાહુલ અને ગુરનુર બ્રાર પણ સામેલ ન્યૂઝીલેન્ડ સામે ચોથી નવેમ્બરથી અહીંના ઈડન પાર્ક ખાતે શરૂૂ થઈ રહેલી પાંચ મેચની વન-ડે ક્રિકેટ શ્રેણી અગાઉ ભારતનો…

કે.એલ. રાહુલ અને ગુરનુર બ્રાર પણ સામેલ

ન્યૂઝીલેન્ડ સામે ચોથી નવેમ્બરથી અહીંના ઈડન પાર્ક ખાતે શરૂૂ થઈ રહેલી પાંચ મેચની વન-ડે ક્રિકેટ શ્રેણી અગાઉ ભારતનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલ અહીં રમી રહેલી દેશની ટી20 ટીમમાં જોડાયો હતો અને ગુરુવારે નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોવો મળ્યો હતો. આમ કેપ્ટન ગિલે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી હતી.

વિકેટકીપર-બેટ્સમેન કે.એલ. રાહુલ અને ઝડપી બોલર ગુરનૂર બ્રાર પણ ભારતીય ટીમમાં સામેલ થઈ ગયા હતા. આ ઉપરાંત તેમની સાથે મયંક યાદવે પણ બોલિંગ કરી હતી. આ વન-ડે શ્રેણી સાથે સિનિયર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ જોડાઈ જશે. આ બંને ક્રિકેટર હવે માત્ર 50 ઓવરની મેચમાં જ ભાગ લે છે કેમ કે તેમણે અન્ય બે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. શુભમન ગિલ તેના નજીકના મિત્ર અને ભારતના ટી20 ઓપનર અભિષેક શર્મા સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *