સ્પોર્ટ્સ શૂઝ, કપડા, સ્પોર્ટ્સ પ્રોડક્ટનો બિઝનેસ કરે છે
ક્રિકેટર વિરાટ કોહલી જ્યારે ક્રિકેટના મેદાન પર ઊતરે ત્યારે ફેન્સ તેને કિંગ કોહલી તરીકે જુવે છે. પણ કોહલી માત્ર ક્રિકેટમાં જ નહીં બિઝનેસની દુનિયામાં પણ વિરાટ છે. તાજેતરમાં તેની કંપની વન-8નું મર્જર એજિલિટાસ સ્પોર્ટ્સ સાથે થયું છે. આ પછી બિઝનેસની દુનિયામાં તેનું સામ્રાજ્ય વિશાળ બની રહ્યું છે. વિરાટ કોહલી ક્રિકેટ દુનિયામાં એક એવું નામ છે જેને તેના રેકોર્ડથી અને પિચ પરના ટેલેન્ટથી વધારે ઓળખવામાં આવે છે. સ્પોર્ટ્સની દુનિયામાં ઝંડા લહેરાવવાની સાથે સાથે તેને બિઝનેસની દુનિયામાં પણ એક માઈલસ્ટોન ઊભો કરી દીધો છે.
તેણે પોતાની સ્પોર્ટ્સ કંપની વન-8 ને લઈ એક મોટું પગલું ભર્યું છે. આ કંપનીનું મર્જર Agilitas સ્પોર્ટ્સ સાથે કરી દીધું છે. વન-8 અને Agilitas ના મર્જર બાદ કોહલીના આવકના આંકડા ખરા અર્થમાં વિરાટ બની રહેવાના છે. આ સાહસ પાછળ એની ભાગીદારી વધીને 6.4 ટકા થઈ છે. આ પહેલા આ ભાગીદારી 1.8 ટકા જ હતી. બન્ને કંપનીઓ વચ્ચે થયેલા આ મર્જર બાદ વિરાટની અલશહશફિંતમાં ભાગીદારી વધી છે. તે બિઝનેસની પ્રગતિમાં પણ સીધો જ પ્રોફિટનો ભાગીદાર બન્યો છે. એટલે હવે કોહલીનું કામ માત્ર પ્રચાર કરવા પૂરતું જ સિમિત નથી. બ્રાંડ એન્ડોર્સમેન્ટ પુરતું કે કંપનીમાં ભાગીદારી રાખનારો રોકાણકાર પણ બન્યો છે. Agilitas સ્પોર્ટ્સ કંપનીનું એવું પ્લાનિંગ છે કે વન-8 એક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ બ્રાંડ છે. જેનો વિકાસ કરવામાં આવશે. આ કંપની સ્પોર્ટ્સ શુઝ, કપડાં, સ્પોર્ટ્સ વેર, સ્પોર્ટ્સ પ્રોડક્ટનો બિઝનેસ કરે છે.
આ વસ્તુનું ઉત્પાદન પણ કરે છે. આ કામને કંપની આગળ વધારવા માગે છે. કંપનીનો ટાર્ગેટ ભારતીય બ્રાંડને વૈશ્વિક ધોરણે ઓળખ અપાવવાનો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સ્થાપિત સ્પોર્ટ્સ વેર કંપનીને હરિફાઈ આપવાનો રહ્યો છે, આ જ બ્રાંડ પરથી એની જર્સીનો નંબર બન્યો 18. જેના અંતર્ગત કપડાં, શુઝ અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલી તમામ વસ્તુઓ તે કંપની બનાવે છે અને વેચે છે. ગ્લોબલ પ્લેટફોર્મ પર આ કંપનીને લોંચ કરવામાં આવી હતી. જેનો હેતુ સ્પોર્ટ્સ વેરને સ્ટાઈલ સાથે ફેશન માર્કેટમાં ક્નેક્ટ કરવાનો છે. હવે આ બન્ને બ્રાંડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક અલગ ઊંચાઈ સ્થાપિત કરે એવી સ્ટાટ્રઅપ સાથે જોડાયેલા લોકોની આશા છે.
