રાજકોટમાં SSRD અને GRTની કાયમી બેંચ શરૂ કરવા ઉગ્ર માંગ

  સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો, પક્ષકારો અને વકીલ આલમના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે ખાસ સચિવ મહેસૂલ વિભાગ (SSRD ) અને ગુજરાત મહેસૂલ…

 

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ખેડૂતો, પક્ષકારો અને વકીલ આલમના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ ખાતે ખાસ સચિવ મહેસૂલ વિભાગ (SSRD ) અને ગુજરાત મહેસૂલ પંચ (GRT)ની બેંચ કાયમી ધોરણે શરૂૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ અંગે ’જુનિયર બાર એસોસિએશન’ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને સત્તાવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જૂનિયર બાર એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય માટે જજછઉની મુખ્ય અદાલત અને કચેરી સોલા, અમદાવાદ ખાતે કાર્યરત છે. જિલ્લા કલેક્ટરઓના જમીન મહેસૂલ સંબંધી આદેશો સામેની રિવિઝન અને અપીલ અરજીઓની સુનાવણી માત્ર અમદાવાદ ખાતે જ થતી હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પક્ષકારોને ભારે મુશ્કેલી પડે છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ સહિતના 12થી વધુ જિલ્લાઓના અરજદારો અને વકીલોએ માત્ર એક જ મુદત કે સુનાવણી માટે સેંકડો કિલોમીટરનું લાંબુ અંતર કાપીને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. જેના કારણે પક્ષકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે અને સમયનો પણ બેફામ વ્યય થાય છે.

આ ગંભીર અને લોકઉપયોગી પ્રશ્ને વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવાય તે માટે આ પત્રની નકલો માનનીય ખાસ સચિવ (મહેસૂલ વિભાગ – જજછઉ), સોલા, અમદાવાદ તેમજ રાજકોટના માનનીય જિલ્લા કલેક્ટરને પણ યોગ્ય કાર્યવાહી તથા સૈદ્ધાંતિક મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે.

જો રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં જગ્યાની અનુકૂળતા ન રહે, તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાજકોટ મહેસૂલ ભવન (કલેક્ટર કચેરી) ખાતે આ બેંચ માટે જગ્યા અને આનુષંગિક વહીવટી સુવિધાઓ પૂરી પાડવા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે. તહેવારો અને સામાન્ય દિવસોમાં પણ પ્રજાના સમય અને નાણાં બચે તે માટે સરકાર આ અંગે વહેલી તકે યોગ્ય રાહત આપે તેવી લોકમાં માંગ પ્રબળ બની છે.

રાજકોટ કેન્દ્રબિંદુ હોવાથી બેંચ શરૂ કરવા માટે સૌથી યોગ્ય સ્થળ
એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે રાજકોટ એ સૌરાષ્ટ્ર અને કચ્છનું મુખ્ય કેન્દ્રબિંદુ (Hub) છે. રાજકોટમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાની સાથે-સાથે વહીવટી સરળતા માટે કલેક્ટર કચેરી સંકુલ પણ મોજૂદ છે. જો રાજકોટ ખાતે જ કાયમી ધોરણે SSRD અને GRTની કોર્ટ બેંચ ફાળવવામાં આવે, તો આશરે 12થી વધુ જિલ્લાઓના હજારો ખેડૂતો અને સામાન્ય પક્ષકારોને ઘરઆંગણે જ અત્યંત ઝડપી અને સસ્તો ન્યાય મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *