રાજકોટ STની આલ્કોહોલ ડ્રાઇવ : ડમ-ડમ હાલતમાં ડ્રાઇવર ઝડપાયો

દિવાળી સહિતના આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા એક ખાસ આલ્કોહોલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.…

દિવાળી સહિતના આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂૂપે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા એક ખાસ આલ્કોહોલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ અચાનક હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન રાજકોટ ડેપોના એક ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાતા એસ.ટી. તંત્રમાં મોટો હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, એસ.ટી. વિભાગ દ્વારા યોજાયેલી આ સરપ્રાઈઝ ડ્રાઇવ દરમિયાન ડ્રાઇવર અને કંડક્ટર મળીને કુલ 30 જેટલા એસ.ટી. કર્મચારીઓનું આલ્કોહોલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન યુવરાજસિંહ ગોહિલ નામનો ડ્રાઇવર નશાની હાલતમાં મળી આવ્યો હતો. સારી બાબત એ રહી કે, ડ્રાઇવર મુસાફરોથી ભરેલી બસ ચલાવવાનું શરૂૂ કરે અને કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં જ એસ.ટી. વિભાગના ચેકિંગમાં તેનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવી ગયો હતો. જેથી એક મોટી હોનારત ટળી હતી.

આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ એસ.ટી. વિભાગ દ્વારા યુવરાજસિંહ ગોહિલ સામે કડક વિભાગીય કાનૂની અને શિસ્તભંગના પગલાં લેવાની તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરોના જીવ જોખમમાં મૂકવાના આ ગંભીર ગુના બદલ સંબંધિત ડ્રાઇવરને નોકરીમાંથી સીધા ડિસમિસ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તહેવારોના દિવસોમાં મુસાફરો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *