મોરબીના બે શખ્સોના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના 3.49 કરોડ જમા થયા

મોરબીના રહેવાસી બે વ્યક્તિને એજન્ટ બનાવી કમિશન પેટે નજીવી રકમ આપી બેંક ખાતામાં રૂૂ 3.49 કરોડની રકમ ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ આચર્યાની ત્રણ વિરુદ્ધ પોલીસ…

મોરબીના રહેવાસી બે વ્યક્તિને એજન્ટ બનાવી કમિશન પેટે નજીવી રકમ આપી બેંક ખાતામાં રૂૂ 3.49 કરોડની રકમ ટ્રાન્સફર કરી સાયબર ફ્રોડ આચર્યાની ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.]

મોરબી સાયબર ક્રાઇમના પીએસઆઈ અશોકકુમાર સત્યનારાયણ શુક્લાએ આરોપીઓ ભાવેશ હરેશ વઘોરા રહે સનરાજપાર્ક વિજયનગર મોરબી, જિતેન્દ્ર ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા રહે રોહિદાસપરા મોરબી અને નિલેશ રવજીભાઈ કાસુન્દ્રા પટેલ રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. 23-02 થી 02-06 દરમિયાન આરોપીઓએ ઠગાઈ કરી હતી જેમાં બેન્ક એકાઉન્ટ ધારક વઘોરા ભાવેશને પૂછપરછ અને તપાસ અર્થે કચેરી લાવતા બેંક એકાઉન્ટમાં રૂૂ 3,49,61,073 જેવી રકમ જમા થયેલી પોતે ગેરેજમાં કામ કરે છે નાણાની જરૂૂર હોવાથી મિત્ર ચાવડા જિતેન્દ્રને વાત કરતા તારી પાસે કોઈ બેન્ક એકાઉન્ટ હોય તો આપ રૂૂ 5000 ની વ્યવસ્થા કરાવી આરોપી જિતેન્દ્રને બોલાવી પૂછપરછ કરતા એકાઉન્ટ ભાડે આપી નિલેશ નામનો ઇસમ રૂૂ 15 હજાર આપેલ જેમાંથી 5000 ભાવેશને આપી બાકીના પોતે રાખ્યા હતા ત્રણેય આરોપીઓએ એજન્ટ બની રકમ રૂૂ 15 હજાર કમિશન મેળવી આરોપી નીલેશે તેના મળતિયાઓ સાથે મળી રૂૂ.3,49,61,073 રકમ જમા કરાવી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી એકાઉન્ટમાં સમન્વય અને ક્ષભભિા પોર્ટલમાં રાજસ્થાન અને ગુજરાતની બે ફરિયાદ થઈ હતી જેમાં રૂૂ 74,000 ની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું ખૂલ્યું હતું.

આમ આરોપીઓ વઘોરા ભાવેશ અને ચાવડા જીતેન્દ્રને આરોપી નીલેશને એજન્ટ બનાવી કમીશન આપી પોઅના મળતિયાઓ સાથે મળી અલગ અલગ રાજ્યના બક્તિઓ સાથે સાયબર ક્રાઈમ ફ્રોડ, ઠગાઈ આચરી તા. 23 ફેબ્રુઆરીથી 2 જુન સુધીમાં રૂૂ 3,49,61,073 ની રકમ જમા કરાવી હતી અને તે રકમ યુપીઆઈ આડી, શળાત અને િલિંત દ્વારા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી આ એકાઉન્ટમાં જઅખ અગટઅઢઅ તથા ગઈઈછઙ પોર્ટલમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યની બે ફરિયાદ ટ:આઈળ છે જેમાં રૂૂ 74 હજારની રકમ ટ્રાન્ઝેકશન થયાની વિગતો મળી આવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *