ભાજપની વોટ ચોરી અટકાવવા દરેક બુથ પર ‘વોટ રક્ષક’ મૂકશું: કોંગ્રેસ

રાજ્યમાં SIR બાદ 74 લાખ શંકાસ્પદ વોટર હોવાનો દાવો, રવિવારે દિલ્હીમાં રેલીમાં જોડાવા આહવાન મતદારોના લોકશાહી અધિકારોનું રક્ષણ કરવા અને મતદાર યાદીઓમાં ગેરરીતિ અટકાવવાના હેતુથી…

રાજ્યમાં SIR બાદ 74 લાખ શંકાસ્પદ વોટર હોવાનો દાવો, રવિવારે દિલ્હીમાં રેલીમાં જોડાવા આહવાન

મતદારોના લોકશાહી અધિકારોનું રક્ષણ કરવા અને મતદાર યાદીઓમાં ગેરરીતિ અટકાવવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં બૂથ સ્તરે ’મત રક્ષકો’ નિયુક્ત કરવાની મહત્ત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન 74 લાખથી વધુ મતદારો ગેરહાજર, મૃતક, ડુપ્લિકેટ અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયેલા નોંધાયા છે, જેને લઈને પક્ષે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે મતદાર યાદીઓની સંપૂર્ણ પારદર્શક ચકાસણીની માંગણી દોહરાવી હતી. આ સાથે જ કથિત ગેરરીતિઓ બદલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા તેમજ તેમની વિરુદ્ધ ફોજદારી રાહે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની માગ ઉઠાવી હતી.

મતદારોમાં જાગૃતિ લાવવા અને બોગસ મતદાન તેમજ વાસ્તવિક મતદારોના નામ કમી થઈ જવા સામે લડવા માટે કોંગ્રેસ રાજ્યભરમાં બૂથ સ્તરે જાગૃતિ બેઠકોનું આયોજન કરશે.

આ બેઠકો પક્ષના ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત યોજાશે, જ્યાં સ્થાનિક સ્તરે નિયુક્ત ‘મત રક્ષકો’ પ્રત્યેક મતદારના નામની યોગ્ય ચકાસણી સુનિશ્ચિત કરશે.આ લડતને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા આગામી 1 નવેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે એક વિશાળ દેશવ્યાપી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

‘વોટ ચોર, ગાદી છોડ’ અભિયાનમાં 10 લાખ નાગરિકો જોડાયા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મતદાર યાદીઓમાં ગેરરીતિઓ સામે પક્ષ દ્વારા શરૂૂ કરવામાં આવેલા ‘વોટ ચોર, ગાદી છોડ’ સહી ઝુંબેશને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે અને 10 લાખથી વધુ નાગરિકોએ તેમાં સહી કરીને સમર્થન નોંધાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “અગાઉથી જ અમે મતદાર યાદીમાં રહેલી શંકાસ્પદ નોંધણીઓ અંગે અવાજ ઉઠાવતા હતા. હવે સરના તારણોથી અમારી શંકા સાચી સાબિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *